For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાળક મોડું ઊંઘશે તો ભણવામાં નબળું પડશે!

|
Google Oneindia Gujarati News

sleeping-baby
લંડન, 11 જુલાઇ : એક નવા અભ્યાસના તારણમાં જાણવા મળ્યું છે કે જો બાળકો રાત્રે મોડા ઉંઘે છે તો તેની વિપરીત અસર તેમના મગજ પર પડે છે. બ્રિટનમાં ઉંઘવાની આદતો અને મગજ વચ્ચેના સંબંધો અંગે કરવામાં આવેલા એક સંશોધનમાં 7 વર્ષની ઉંમરના 11000થી વધારે બાળકો ઉપર અભ્યાસ કરવામાં આવ્યો હતો.

જે બાળકોનો રાત્રે ઉંઘવાનો કોઇ નિયમિત સમય ન હતો, અથવા તો જે બાળકો રાત્રે 9 વાગ્યા પછી ઉંઘતા હતા, તેઓ ભણતરમાં અને ગણિતમાં નબળા હોવાનું જોવા મળ્યું હતું. સંશોધકોનું કહેવું હતું કે અપૂરતી ઉંઘને કારણે એક તરફ શરીરની લય બગડી શકે છે, બીજી તરફ નવી બાબતો શીખવા અંગે મગજની ક્ષમતા પર પણ અસર પડે છે.

સંશોધન કર્તાઓએ પહેલા ત્રણ વર્ષ પછી પાંચ વર્ષ અને ત્યાર બાદ સાત વર્ષની ઉંમરમાં નવી વસ્તુઓ શીખવાની બાળકોની ક્ષમતા પર માહિતી એકત્ર કરી અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે શું બાળકોની આ ક્ષમતા અને ઉંઘ વચ્ચે કોઇ સંબંધ છે.

ત્રણ વર્ષની વયના બાળકોમાં ઉંઘવાના સમયમાં સૌથી વધારે અનિયમિતતા જોવા મળી હતી. ત્રણ વર્ષની વયના દર પાંચમાંથી એક બાળકનો ઉંઘવાનો સમય ખૂબ જ અલગ હતો. જ્યારે બાળકો સાત વર્ષના થયા ત્યારે તેમાંથી અડધા બાળકો નિયમિત સમય એટલે કે સાંજે 7.30થી 8 વાગ્યાની વચ્ચે ઉંઘવા લાગ્યા.

આ તમામ અભ્યાસ પરથી એક સામાન્ય તારણ એ નીકળ્યું કે જે બાળકોનો ઉંઘવાનો સમય અનિયમિત હતો તેમના માર્ક્સ વાંચન, ગણિત અને સામાન્ય જ્ઞાનની પરીક્ષામાં અન્ય બાળકોની સરખામણીએ ઓછા આવ્યા હતા. મોડા ઉંઘવાથી સૌથી વધારે અસર છોકરીઓ પર રડે છે.

English summary
Child would sleep late, weak in studies!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X