ચીની મીડિયાની ધમકી, કાશ્મીરમાં ઉતારી શકીએ છીએ સેના

Posted By:
Subscribe to Oneindia News

ડોકલામમાં ભારતીય સેના તેના તબ્બુ નાંખી દીધા છે. લાંબા સમયથી ભારતીય સેના અહીં ચીનને સીધો પકડાર આપતી ઊભી છે. તે જોતા ચીને પણ આક્રમક થઇ અવાર નવાર ધમકીઓ આપી રહ્યું છે. એક ચીની થિંક ટેંકે કહ્યું જે રીતે ડોકલામમાં ચીનને સડક બનાવવા રોકી રહ્યું છે. તે જ રીતે ત્રીજો દેશ પણ કાશ્મીરમાં ધુસી શકે છે. ચીનના વેસ્ટ નોર્મલ યુનિવર્સિટીમાં ભારતીય અધ્યયન કેન્દ્રના નિર્દેશક લાંગએ કહ્યું કે ભૂટાન ભારતની રક્ષા મદદ જે રીતે માંગી રહ્યો છે અને ભારત પણ ભૂટાનની મદદ માટે ડોકાલામાં જે રીતે પ્રવેશ કરીને ઊભો છે તે એક રીતે ભૂટાનની મદદના નામે ભારતની ધુસણખોરી છે.

china

ઉલ્લેખનીય છે કે ચીન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રસ્તાઓ બનાવાની પરિયોજના સામેલ છે. ચીનની આ મહત્વકાંક્ષી પરિયોજનામાં સીપૈક અને પીઓકેથી પસાર થાય છે. જેની પર ભારતે આપત્તિ વ્યક્ત કરી છે. ગ્લોબલ ટાઇમ્સમાં છપાયેલા લેખ મુજબ જિંગચુગે સલાહ આપી છે આ મુદ્દો આંતરાષ્ટ્રીય સ્તર પર ઉઠાવવો જોઇએ.

તેમણે કહ્યું કે પાકિસ્તાન જો મદદની માંગશે તો ત્રીજા દેશ (ચીન)ની સેના પણ કાશ્મીરમાં મોકલી શકાય છે. જે રીતે ભારત ભૂટાનની મદદ કરવા ચીનને રસ્તો બનાવતા રોકી રહ્યું છે અમે પણ પાકિસ્તાનની મદદ કરવા ભારત સીમામાં આવી શકીએ છીએ. ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે જે સિક્કમ વિસ્તાર પર હાલ તનાવપૂર્ણ સ્થિતિ ઊભી થઇ છે. તે ભૂટાનની સીમામાં આવે છે પણ તેની સુરક્ષા ભારતીય સેના કરે છે. ચીન જાપાન અને અન્ય દેશોની જેમ અહીં પણ અતિક્રમણ કરીને પોતાનો વિસ્તાર વધારવા માંગે છે.

English summary
china Army could enter Kashmir on behalf of Pakistan, says Chinese think tank.
Please Wait while comments are loading...