For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનઃ કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટથી અત્યાર સુધી 47 લોકોના મોત, 640 ઘાયલ

પૂર્વ ચીનની તિયાનજિયાઈ કેમિકલ કંપનીમાં ગુરુવારે થયેલા બ્લાસ્ટમાં 47 લોકોના મોત નીપજ્યા છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વ ચીનની તિયાનજિયાઈ કેમિકલ કંપનીમાં ગુરુવારે થયેલા બ્લાસ્ટમાં 47 લોકોના મોત નીપજ્યા છે. બ્લાસ્ટમાં લગભગ 640 લોકો માર્યા ગયાના સમાચાર છે. બ્લાસ્ટ બાદ લાગેલી આગ નજીકની એક કિંડરગાર્ડન સ્કૂલ સુધી પહોંચી ગઈ હતી. આના કારણે અમુક બાળકોને પણ ઈજા પહોંચી છે. ચીની મીડિયા તરફથી આ અંગેની માહિતી આપવામાં આવી છે. ઈન્ડસ્ટ્રીઝમાં એક બાદ એક થઈ રહેલા બ્લાસ્ટના કારણે ચીનમાં હવે લોકોનો ગુસ્સો વધતો જઈ રહ્યો છે.

china blast

32 ઘાયલોની હાલત ગંભીર

ગુરુવારે યાનછેંગ શહેરમાં છેનજિયાંગાંગ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં બ્લાસ્ટ થયો હતો. આ શહેર જિયાંગ્સુ પ્રાંતમાં આવે છે. ચીની સમયાનુસાર શુક્રવારે સવારે લગભગ 3 વાગે આ આગ પર કાબુ મેળવી શકાયો. 640 ઘાયલોને અલગ અલગ હોસ્પિટલોમાં ભરતી કરવામાં આવ્યા છે. ઑથોરિટીઝનું કહેવુ છે કે 32 લોકો એવા છે જે ગંભીર રીતે ઘાયલ છે. બ્લાસ્ટ કયા કારણે થયો તેની તપાસ ચાલી રહી છે પરંતુ કંપનીનું કહેવુ છે કે 30થી વધુ કેમિકલ જે ઘણુ જ્વલનશીલ હતુ તેના કારણે આ ઘટના થઈ છે. ચાઈના ડેલી મુજબ કંપની પર પહેલા પણ નિયમોની અનદેખી કરવાના કારણે દંડ થઈ ચૂક્યો છે.

આ પણ વાંચોઃ છત્તીસગઢઃ ભાજપે પહેલી યાદીમાં સાંસદ અને કેન્દ્રીય મંત્રીઓની ટિકિટ કાપીઆ પણ વાંચોઃ છત્તીસગઢઃ ભાજપે પહેલી યાદીમાં સાંસદ અને કેન્દ્રીય મંત્રીઓની ટિકિટ કાપી

English summary
China: blast at chemical plant, has killed 47 and more than 600 people are injured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X