For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનની કોટન ઈન્ડસ્ટ્રી પર મંડરાયો ખતરો, 20 'ગુલામ' દેશોને કૉટન ખરીદવા બોલાવ્યા, પાકિસ્તાન પણ પહોંચ્યુ

ઉડગર મુસ્લિમોને પ્રતાડિત કરવા અંગે આંતરરાષ્ટ્રીય કૉટન પ્રતિબંધ સહન કરી રહેલ ચીને 20થી વધુ દેશોને કૉટન ખરીદવા માટે ચીન બોલાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

બેઈજિંગઃ ભારત પાસેથી કૉટન અને ખાંડ ખરીદવા માટે યુ-ટર્ન લીધા બાદ હવે પાકિસ્તાન કૉટન ખરીદવા માટે ચીનના દરવાજે પહોંચ્યુ છે. વળી, શિનજિયાંગમાં ઉડગર મુસ્લિમોને પ્રતાડિત કરવા અંગે આંતરરાષ્ટ્રીય કૉટન પ્રતિબંધ સહન કરી રહેલ ચીને 20થી વધુ દેશોને કૉટન ખરીદવા માટે ચીન બોલાવ્યા છે અને ચીનના પિઠ્ઠુ આ 20 દેશ હવે શિનજિયાંગથી કૉટન ખરીદશે. ચીનથી કૉટન ખરીદવા માટે પાકિસ્તાન અને નેપાળ ઉપરાંત રશિયા અને ઈરાન પણ પહોંચ્યા છે. વાસ્તવમાં, ચીનથી કૉટન ખરીદવા પર અમેરિકા, રશિયા અને યુરોપિયન દેશોએ પ્રતિબંધ લગાવી રાખ્યો છે. એવામાં ચીને પોતાના કૉટન વેપારના બચાવવા માટે એ દેશોને બોલાવ્યા છે જે ચીન સાથે દોસ્તી રાખવા માટે મજબૂર છે કે પછી ચીને લોન આપીને તેમને ગુલામ બનાવી રાખ્યા છે.

ખતરામાં ચીનની કૉટન ઈન્ડસ્ટ્રી

ખતરામાં ચીનની કૉટન ઈન્ડસ્ટ્રી

શિનજિયાંગ પ્રાંતમાં ચીન ઉડગર મુસ્લિમોને પ્રતાડિત કરે છે જેને યુનાઈટેડ નેશન્સ અને અમેરિકા નરસંહાર કહી ચૂક્યુ છે. શિનજિયાંગમાં ઉડગર મુસ્લિમો પાસેથી ચીન બળજબરીથી કપાસની ખેતી કરાવે છે માટે શિનજિયાંગમાં બનતા કૉટનને મોટા મોટા દેશોએ પ્રતિબંધિત લિસ્ટમાં નાખી દીધુ છે. એવામાં ચીનની કૉટન ઈન્ડસ્ટ્રી ખતરામાં આવી ગઈ છે અને આવા સમયમાં ચીને એ દેશોને પોતાને ત્યાં કૉટન ખરીદવા માટે બોલાવ્યા છે, જે ચીન સામે મોઢુ ખોલી નથી શકતા. ચાઈની કૉટન એસોસિએશને ગુરુવારે 20 દેશોને શિનજિયાંગ બોલાવ્યા અને તેમને કૉટન ખરીદવા માટે કહ્યુ છે. ચાઈના કૉટન એસોસિએશને કહ્યુ છે કે, 'અમે પર્યાવરણને અનુકૂળ, ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને કૉટન ઈન્ડસ્ટ્રીની જરૂરિયાત મુજબ કૉટન પ્રોડક્શન પ્રમોટ કરી રહ્યા છે.'

નેપાળી અને પાકિસ્તાની અધિકારીઓ પહોંચ્યા

નેપાળી અને પાકિસ્તાની અધિકારીઓ પહોંચ્યા

પાકિસ્તાનમાં કૉટન ઈન્ડસ્ટ્રીની સ્થિતિ કપાસ ન મળવાના કારણે ઘણી ખરાબ થઈ ચૂકી છે અને ઈમરાન ખાને ભારત પાસેથી કપાસ ખરીદવાના નિર્ણય પર યુટર્ન લીધો છે. એવામાં પાકિસ્તાન પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી. આમ પણ પાકિસ્તાન ચીન માટે ગુલામ દેશ છે. માટે પાકિસ્તાની અધિકારી પણ ચીનના બોલાવવા પર શિનજિયાંગ પ્રાંતમાં કૉટન જોવા ગયા. વળી, નેપાળનો ઝૂકાવ પણ કેટલાક વર્ષોથી ચીન તરફ થયો છે અને તે પણ પાકિસ્તાન સાથે ચીનની કૉટન ઈન્ડસ્ટ્રીને જોવા ગયો છે. ચીનના રિપોર્ટ મુજબ 20 દેશોના 30 અધિકારીઓ શિનજિયાંગ પહોંચ્યા છે.

ચીનમાં મુસ્લિમોનો નરસંહાર

ચીનમાં મુસ્લિમોનો નરસંહાર

બે દિવસ પહેલા ચીનમાં માનવાધિકારની સ્થિતિ - 2020 વિશે અમેરિકાએ રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં જાણવા મળ્યુ છે કે ચીને ઉડગર મુસ્લિમો સાથે સાથે ચીનના શિનજિયાંગ પ્રાંતમાં રહેતા બીજા નાના નાના સમુદાયો સાથે ખૂબ જ ક્રૂર વ્યવહાર કર્યો છે. તેમને કેમ્પોમાં રાખવામાં આવ્યા અને તેમની ઉપર ઘણા પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ચીને માનવતા ઉપર જુલમ કર્યો છે માટે આ રિપોર્ટને આધાર બનાવીને ચીની એક્શનને નરસંહાર ગણવામાં આવ્યો છે. આ પહેલા અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી માઈક પૉમ્પિયોએ શિનજિયાંગ પ્રાંતમાં ઉડગર મુસ્લિમો સાથે જ થઈ રહેલી હિંસાને નરસંહાર ગણાવી હતી અને હવે અમેરિકાના નવા વિદેશ મંત્રી એંટની બ્લિંકને પણ પૂર્વ વિદેશ મંત્રી માઈક પૉમ્પિયોને સાચા ગણાવ્યા છે. અમેરિકા અને બ્રિટન સહિત યુરોપિયન યુનિયન પણ શિનજિયાંગ પ્રાંતથી કૉટન ખરીદવા પર પ્રતિબંધ લગાવી ચૂક્યુ છે. માટે હવે ચીન એ દેશો પર કૉટન ખરીદવા માટે દબાણ કરી રહ્યુ છે જે તેને ના પાડવાની હેસિયત નથી રાખતા.

તમિલનાડુઃ રેલી- રોડ શો બાદ રાતે ઢાબામાં જમવા પહોંચ્યા શાહતમિલનાડુઃ રેલી- રોડ શો બાદ રાતે ઢાબામાં જમવા પહોંચ્યા શાહ

English summary
China has called more than 20 countries to save the cotton industry, asked them to buy cotton from China.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X