For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મૃતદેહ ઉઠ્યો, પાણી પીધું અને કહ્યું, 'ઘણી ગરમી છે!'

|
Google Oneindia Gujarati News

china-map
બેઇજિંગ, 6 ઑગસ્ટઃ કલ્પના કરો કે તમે ક્યાંક ઉભા છો અને તમારાથી થોડેક દૂર એક મૃતદેહ છે, જે અચાનક ઉભો થાય, પાણી પીવા માંડે તો? ચોક્કસપણે પગ ધ્રુજવા લાગે અને પરસેવો છૂટી જાય, પરંતુ પછી ખબર પડે કે એ તો નાટક હતુ ત્યારે? આવો જ એક કિસ્સો ચીનમાં થવા પામ્યો છે. ચીનમાં એક વ્યક્તિ મરવાનું નાટક કરી રહ્યો હતો, પરંતુ ગરમીએ તેના ઇરાદાઓ પર પાણી ફરેવી દીધું. વુહાન શહેરમાં 10થી વધુ લોકોએ દાવો કર્યો હતો કે એક સોફ્ટ ડ્રિંક વેચનારાને સરકારી એજન્સી ચેંગુઆનના લોકોએ માર પીટ કરીને મારી નાંખ્યો.

આ એજન્સી શહેરોમાં થતા ગુનાઓ વિરુદ્ધ કામ કરે છે અને કાયદો લાગુ કરાવે છે. ચેંગુઆન પર તેની શક્તિનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો, પરંતુ મરવાનું નાટક કરી રહેલી આ વ્યક્તિ ગરમી સહનના કરી શકી અને તેનું નાટક લાંબો સમય સુધી ચાલ્યું નહીં.

ગરમીથી બેહાલ થઇ ગયેલી આ વ્યક્તિ સ્ટ્રેચર પરથી એકદમ ઉભી થઇ ગઇ અને પાણીની બોટલમાંથી પાણી પીવા લાગી અને પછી બોલી કે, ઘણી ગરમી છે, હું હવે વધારે આ સહન નહીં કરી શકુ. નાટક કરનાર વ્યક્તિને અટકાયતમાં લેવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યા પ્રમાણે ચીનના કેટલાક વિસ્તારોમાં હાલના દિવસોમાં 45 ડિગ્રીથી વધુ તાપમાન છે.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X