For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોકલામ વિવાદ: ચીને કહ્યું સેના વધારી ભારતે વિશ્વાસ તોડ્યો

ડોકલામ વિવાદ પછી ભારત અને ચીન વચ્ચે સંબંધો સામાન્ય થવાની ઘણી કોશિશ કરવામાં આવી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ડોકલામ વિવાદ પછી ભારત અને ચીન વચ્ચે સંબંધો સામાન્ય થવાની ઘણી કોશિશ કરવામાં આવી. પરંતુ આ બધા વચ્ચે સૂત્રોનું માન્યે તો બંને દેશો વચ્ચે જે ભરોષો કાયમ થયો છે તે ખુબ જ જલ્દી ખતમ થઇ શકે છે. એક ચીની વિશેષજ્ઞ અનુસાર ચીન સાથે જોડાયેલા બોર્ડર પર ભારત તરફ થી ભડકાવે તેવા પગલાં બંનેના સંબંધને પ્રભાવિત કરશે. આ નિવેદન ભારતીય સેના તરફથી કરવામાં આવેલી તેવી ટિપ્પણી પછી કરવામાં આવ્યું જેમાં કહેવામાં આવ્યું હતું કે ડોકલામ જેવા વિવાદથી બચવા માટે ભારત ચીન બોર્ડર પર સૈનિકોની સંખ્યા વધારી દેવામાં આવી છે.

ક્ષેત્રમાં વધશે અસ્થિરતા અને અશાંતિ

ક્ષેત્રમાં વધશે અસ્થિરતા અને અશાંતિ

શાંઘાઈ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરનેશનલ સ્ટડીમાં સેન્ટર ફોર એશિયા પેસિફિક સ્ટડી ડાયરેક્ટર ઝાઓ ગનચેયંગ ઘ્વારા ભારત તરફથી વધારવામાં આવેલી સૈનિક સંખ્યા પર ટિપ્પણી કરવામાં આવી છે. તેમને જણાવ્યું કે ભારત બોર્ડર પર પોતાના સૈનિકો વધારતા રહેશે કારણકે તેમને લાગે છે કે બોર્ડર ક્યારેય પણ શાંત નહીં રહી શકે.

ચીન સાથે સંઘર્ષ જરૂર થશે

ચીન સાથે સંઘર્ષ જરૂર થશે

ઝાઓ ઘ્વારા ગ્લોબલ ટાઈમ્સ સાથે વાતચીત દરમિયાન આવું કહેવામાં આવ્યું હતું. તેમને આગળ કહ્યું કે ભારતને લાગે છે કે ચીન સાથે સંઘર્ષ જરૂર થશે. ભારત તરફથી ભરવામાં આવેલી રહેલા આવા પગલાં પરસ્પર વિશ્વાસ ને ખતમ કરશે. તેમને જણાવ્યું કે પરસ્પર મિલિટરી વિશ્વાસઘાત કૂટનીતિ, અર્થવ્યવ્યસ્થા અને સાંસ્કૃતિક ક્ષેત્ર સિવાય બધે જ બંને દેશો વચ્ચે સંબંધ પ્રભાવિત થશે.

ભારતે વધારી સેના

ભારતે વધારી સેના

વધુ એક સિનિયર આર્મી ઓફિસર ઘ્વારા જણાવવામાં આવ્યું કે ચીની સેના સામાન્ય રીતે ડોકલામમાં દાખલ નથી થતી. પરંતુ તેમને અહીં રસ્તાનું નિર્માણ કરી લીધું છે. આ નિર્માણ કામને કારણે તેમની સેનાને અહીં આવવામાં સરળતા રહેશે. ભારત અને ચીનની સેના 16 જૂન થી 73 દિવસો સુધી ડોકલામ માં સામસામે હતી. આ વિવાદ 28 ઓગસ્ટે પૂરો થયો હતો.

વિવાદિત હિસ્સા પર રસ્તો બનાવવાની કોશિશ

વિવાદિત હિસ્સા પર રસ્તો બનાવવાની કોશિશ

ડોકલામ પર ચીન પોતાનો હક કરે છે અને ભૂટાન તેને પોતાનો હિસ્સો ગણાવે છે. ચીને ગયા વર્ષે આ વિવાદિત હિસ્સા પર રસ્તો બનાવવાની કોશિશ કરી હતી. તેના જવાબમાં ભારતે ચીની સૈનિકોને રોકવા માટે પોતાના સૈનિકો મોકલ્યા હતા. ડોકલામ વિવાદ પછી જ ભારતે ડોકલામમાં પોતાનું સૈન્ય વધારી દીધું છે.

English summary
China reacts on increased Indian troops along border and says it will destroy the foundation of mutual trust.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X