અહીં દરવર્ષે થાય છે 1.30 કરોડથી વધારે ગર્ભપાત!
નવી દિલ્હી, 30 જાન્યુઆરી: એક બાજુ બાળકને ગર્ભમાં નહીં મારવાની અપીલ કરવામાં આવે છે. ગર્ભપાતને રોકવા માટે દુનિયાભરમાં કઠોર કાયદો બનાવવાની વાત કહેવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ ગર્ભપાતના આંકડામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. આવો જ એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. એક દેશ એવો પણ છે જેમાં દરવર્ષે 1.30 કરોડથી વધારે ગર્ભપાત કરવામાં આવે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર લગ્ન પહેલા શારિરીક સંબંધ બનાવનાર યુવતીઓમાંથી 20 ટકાથી વધારેમાં ગર્ભ અવાંછિત હોય છે અને તેમાંથી 91 ટકા યુવતીઓ ગર્ભપાત કરાવે છે. ચીની અખબાર પીપુલ્સ ડેલી અનુસાર ચીનમાં ગર્ભપાત કરાવનાર મહિલાઓમાં સૌથી વધારે સંખ્યા 25 વર્ષથી ઓછી ઉંમરની યુવતીઓની છે. તેમાં સૌથી વધારે સંખ્યા યૂનિવર્સિટીની યુવતીઓની હોય છે.












Click it and Unblock the Notifications
