For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માત્ર 90 દિવસમાં માત્ર ચીનમાં બનશે દુનિયા સૌથી ઉંચી બિલ્ડિંગ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sky-city-china
પેઇચિંગ, 23 નવેમ્બર: ચીનના ચંગસામાં દુનિયાની સૌથી ઉંચી બિલ્ડિંગ 'સ્કાઇ સિટી' નિર્માણ પામી રહી છે. તે આવતા વર્ષે માર્ચ મહિનામાં તૈયાર થઇ જશે. આ બિલ્ડિંગની 2,749 ફૂટ (838) મીટર હશે અને તેમાં 220 થી વધુ માળ હશે. રસપ્રદ વાત એ છે કે આનું બાંધકામ હજુ શરૂ થયું નથી. દુબઇને દુનિયાની સૌથી ઉંચી બિલ્ડિંગ બુર્ઝ ખલીફાને (828 મીટર ઉંચાઇ) બનાવતાં પાંચ વર્ષથી વધુ સમય લાગ્યો હતો, પરંતુ એસી બનાવનાર બ્રોડ ગ્રુપના યૂનિટ બ્રોડ સસ્ટેનેબલ બિલ્ડિંગ (બીએસબી)ના આર્કિટેક્ટ્સ અને એંજીનિયર્સને વિશ્વાસ છે કે તે આ રેકોર્ડને આસાનીથી તોડી દેશે.

તો બીજી તરફ ટીકાકારોનું કહેવું છે કે બીએચબી કંસ્ટ્રકશન કંપનીએ ક્યારેય પણ 30 સ્ટોરીથી વધુ ઉંચી બિલ્ડિંગ બનાવી નથી. પરંતુ આનાથી ચિંતિત નથી. દુનિયાની 20 સૌથી ઉંચી બિલ્ડિંગોમાં 9 ચીનમાં છે. બુર્ઝ ખલીફાને ડિઝાઇન કરવામાં સામેલ શિકાગોના ડિઝાઇનર એડ્રિયન સ્થિમે ગત મહિને શંઘાઇમાં કાઉસિંલ ફૉર ટૉલ બિલ્ડિંગ્સ એન્ડ અર્બન હેબિટેટ પર આયોજીત એક મિટિંગમાં કહ્યું હતું કે ચીનમાં વધતા જતા શહેરીકરણને કારણે ઉંચી ઇમારતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. સ્થિમ હાલમાં સાઉદ અરબમાં કિંગડમ ટાવરની ડિઝાઇન તૈયાર કરી રહ્યાં છે. બીએચબીએ પણ ચીનમાં 20 મોડ્યૂલર સ્ટ્રક્ચર બનાવ્યાં છે. જાન્યુઆરીમાં કંપનીએ એક 30 માળવાળી હોટલ ફક્ત 15 દિવસમાં બનાવી હતી.

લોકલ ઓથોરિટીઝ પાસેથી મંજૂરી મળ્યા બાદ આ મહિનાના અંતમાં 'સ્કાઇ સિટી'ના ફાઉન્ડેશનનું કામ શરૂ કરવામાં આવશે. જો કે ચીનની નબળી પડતી અર્થવ્યવસ્થાના કારણે ઉંચી બિલ્ડિંગો બનાવવા સંબંધી કેટલીક યોજનાઓને ઝટકો લાગ્યો છે. પરંતુ પશ્વિમી દેશોની સરખામણીએ અહીંની ઇકોનોમી ઘણી ઝડપથી વધી રહી છે.

સ્કાઇ સિટીનો અંદાજીત ખર્ચ લગભગ 4 અરબ યુઆન છે. બિલ્ડર સ્કાઇ સિટીને બનાવવામાં 220,000 ટન સ્ટીલનો ઉપયોગ કરશે અને આ બિલ્ડિંગમાં 31,400 લોકો રહેશે. કંપનીનું કહેવું છે કે બિલ્ડિંગના 83 ટકા ભાગમાં રેસિડેન્શિયલ એરિયા હશે, જ્યારે બાકીની જ્ગ્યામાં ઓફિસ, સ્કૂલ, હોસ્પિટલ્સ, દુકાનો અને રેસ્ટોરેટ્સ હશે. બિલ્ડિંગમાં રહેનારા લોકો 104 હાઇ સ્પીડ એલીવેટર્સનો ઉપયોગ કરીને ઉપર-નીચે જઇ શકશે. હાલ ચીનમાં 239 બિલ્ડિંગ એવી છે જે 200 મીટરથી વધુ ઉંચી હોય.

English summary
When completed by the end of next March, Sky City in Changsha will be the tallest skyscraper in the world. And remarkably, they’ve not started building it yet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X