For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીને પોતાના નાગરિકોને ઑસ્ટ્રેલિયા પ્રવાસ ન કરવાની આપી સલાહ, જાણો કારણ

કોરોના વાયરસ મહામારી વચ્ચે ચીને એશિયાઈ લોકો સાથે વંશીય ભેદભાવ અને હિસાનો હવાલો આપીને પોતાના નાગરિકોને ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ ન કરવાની સલાહ આપી છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ મહામારી વચ્ચે ચીને એશિયાઈ લોકો સાથે વંશીય ભેદભાવ અને હિસાનો હવાલો આપીને પોતાના નાગરિકોને ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ ન કરવાની સલાહ આપી છે. ચીની સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય દ્વારા શુક્રવારે મોડી રાતે જારી કરવામાં આવેલ એક નોટિસમાં કહેવામાં આવ્યુ છે કે કોરોના વાયરસ મહામારીના પ્રભાવના કારણે ઑસ્ટ્રેલિયામાં ચીની અને એશિયાઈ લોકો સામે વંશીય ભેદભાવ અને હિંસામાં વધારો થયો છે.

coronavirus

ચીનની સરકાર તરફથી જારી નોટિસમાં કહેવામાં આવ્યુ છે કે ચીન પ્રવાસીઓ પોતાની સુરક્ષાનુ ધ્યાન રાખે અને ઑસ્ટ્રેલિયાની યાત્રા કરવાનુ ટાળે. જો કે ઑસ્ટ્રેલિયા સરકારે આ આરોપોને ફગાવી દીધા છે. માનવામાં આવી રહ્યુ છે કે ચીને આ પગલુ કોરોના વાયરસ વૈશ્વિક મહામારીની તપાસનુ સમર્થન કરી રહેલા ઑસ્ટ્રેલિયા સામે પ્રતિશોધના કારણે ઉઠાવ્યુ છે. કોરોના વાયરસના કારણે ઑસ્ટ્રેલિયા અને ચીનના સંબંધોમાં અમુક દિવસોથી ઘણી ખટાશ આવી ગઈ છે.

ઑસ્ટ્રેલિયા સરકાર દ્વારા અમુક પ્રતિબંધ લગાવાયા બાદ ચીને ઑસ્ટ્રેલિયાની ચાર મોટી માંસ ઉત્પાદક કંપનીઓને આયાત પર રોક લગાવી દીધી હતી. સાથે જ અમુક કૃષિ ઉત્પાદનો પર પણ આયાત ફી વધારી દીધી. ચીને 80 ટકાથી વધુ કર લગાવીને પાકની આયાત પ્રભાવી રીતે બંધ કરી દીધી. ઑસ્ટ્રેલિયાઈ બીફ માટે ચીન નંબર 1 બજાર છે. અહીંથી લગભગ 30 ટકા બીફ ચીન માટે નિકાસ કરવામાં આવે છે. ચીન ઑસ્ટ્રેલિયાઈ જવનુ સૌથી મોટુ વિદેશી ખરીદાર પણ છે.

ઑસ્ટ્રેલિયાઈ વેપાર મંત્રી સાઈમન બર્મિઘમે મંગળવારે કહ્યુ કે દેશ વેપાર યુદ્ધ નથી ઈચ્છતુ. તેમણે કહ્યુ કે ડબ્લ્યુટીઓના નિયમો લાગુ કરવામાં તથ્ય અને કાયદો બંનેની ત્રુટીઓ છે. તેમણે કહ્યુ કે એ વાતના કોઈ પુરાવા નથી કે ઑસ્ટ્રેલિયા ઉત્પાદનોની ડંમ્પિંગમાં લાગેલુ છે.

ફેક્ટ ચેકઃ શું કોરોના પૉઝિટીવ છે દાઉદ ઈબ્રાહીમ અને તેની પત્ની? ભાઈ અનીસે આપ્યો જવાબફેક્ટ ચેકઃ શું કોરોના પૉઝિટીવ છે દાઉદ ઈબ્રાહીમ અને તેની પત્ની? ભાઈ અનીસે આપ્યો જવાબ

English summary
China warns travelers to Australia due to racial discrimination and violence against Asians
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X