Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વિરોધની આગમાં સળગ્યું બાંગ્લાદેશ, જુઓ તસવીરો

ઢાકા, 12 માર્ચઃ બાંગ્લાદેશની રાજધાની ઢાકા સહિત દેશના અનેક સ્થળોએ ચાલી રહેલા વિરોધે હિંસક સ્વરૂપ ધારણ કર્યા બાદ પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા માટે કવાયદ હાથ ધરી હતી, પરંતુ તે સમયે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક ઝડપ થઇ હોવાના બનાવો બન્યા હતા. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે મંગળવારે કેટલાક સ્થળો પણ ઘરે બનાવાયેલા બોમ્બ વિસ્ફોટ પણ થયા હતા. જો કે, તેમાં કોઇને ઇજા થઇ છે કે નહીં તે અંગે કોઇ માહિતી હજુ સુધી મળી શકી નથી.

બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષ પાર્ટી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું, જેને અટકાવવા માટે પોલીસે ખાસી મથામણ કરવી પડી હતી. રેલીએ અમુક હદે હિંસક સ્વરૂપ પણ ધારણ કરી લીધું હતું, પોલીસ દ્વારા સોમવારે કેટલાક વરિષ્ઠ નેતાઓ સહિત અંદાજે 100 જેટલા કાર્યકર્તાઓની ઢાકામાં અટકાયત કરી હોવાના અહેવાલ મળ્યા છે.

નોંધનીય છે કે, આગામી ચૂંટણીને જોતા એક કાર્યવાહક સરકાર પ્રણાલીની પુનઃ સ્થાપનાની માંગ પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે.

વિરોધની આગમાં સળગ્યું બાંગ્લાદેશ

વિરોધની આગમાં સળગ્યું બાંગ્લાદેશ

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં વિરોધ પ્રદર્શને હિંસક રૂપ ધારણ કરી લેતા પોલીસે પ્રદર્શનકારીઓને અટકાવવામાં આકરી મથામણ કરવી પડી હતી.

વિરોધની આગમાં સળગ્યું બાંગ્લાદેશ

વિરોધની આગમાં સળગ્યું બાંગ્લાદેશ

વિરોધ પ્રદર્શન કરનારાઓનો ગુસ્સો એટલો બધો વધી ગયો હતો કે તેમણે જાહેર સંપત્તિઓને નુક્સાન પહોંચાડવાની શરૂઆત કરી હતી, અનેક સ્થળો પર આગ ચાપવામાં આવી હોવાના બનાવો પણ બન્યા હતા.

વિરોધની આગમાં સળગ્યું બાંગ્લાદેશ

વિરોધની આગમાં સળગ્યું બાંગ્લાદેશ

એક તરફ પ્રદર્શનકારીઓ જાહેર સંપત્તિઓને નુક્સાન પહોંચાડી રહ્યાં હતા તો બીજી તરફ પોલીસ મુક પ્રેક્ષક બનીને જોઇ રહી હતી.

વિરોધની આગમાં સળગ્યું બાંગ્લાદેશ

વિરોધની આગમાં સળગ્યું બાંગ્લાદેશ

ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ કારને આંગ ચાપી હતી. જે દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝડપ થઇ હોવાના બનાવો પણ બન્યા હતા.

વિરોધની આગમાં સળગ્યું બાંગ્લાદેશ

વિરોધની આગમાં સળગ્યું બાંગ્લાદેશ

પ્રદર્શકારીઓને પ્રદર્શન કરતા અટકાવવા માટે બાંગ્લાદેશ પોલીસ દ્વારા તેમના પર આસું ગેસના ગોળા છોડવામાં આવ્યા હતા.

વિરોધની આગમાં સળગ્યું બાંગ્લાદેશ

વિરોધની આગમાં સળગ્યું બાંગ્લાદેશ

બાંગ્લાદેશી પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી અને પ્રદર્શનને નબળું બનાવવાની કવાયદ હાથ ધરી હતી.

વિરોધની આગમાં સળગ્યું બાંગ્લાદેશ

વિરોધની આગમાં સળગ્યું બાંગ્લાદેશ

ઢાકાના મુખ્ય રેલવે મથકે ઉભી રહેલી ટ્રેનના બે કોચમાં પ્રદર્શનકારીઓ દ્વારા આગ ચાપવામાં આવ્યા બાદ ફાઇર ફાઇટરના જવાનો દ્વારા આગ ઠારવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X