કોલંબિયાના રાષ્ટ્રપતિ બન્યા 2016 નૉબલ શાંતિ પુરસ્કારના વિજેતા

Subscribe to Oneindia News

વર્ષ 2016 ના નૉબેલ શાંતિ પુરસ્કારની ઘોષણા થઇ ચૂકી છે. આ વર્ષે આ પુરસ્કાર કોલંબિયાના રાષ્ટ્રપતિ જુઆન મેન્યુઅલ સેંટોસને મળ્યું છે. રાષ્ટ્રપતિ સેંટોસને આ પુરસ્કાર દેશમાં 50 વર્ષોથી ચાલી રહેલ ઘરેલૂ યુદ્ધને ખતમ કરવા માટે આપવામાં આવ્યુ છે. કોલંબિયાના ઘરેલૂ યુદ્ધમાં આશરે 220,000 કોલંબિયન નાગરિકોનું મૃત્યુ થઇ ગયુ હતુ અને આશરે છ મિલિયન લોકોને પોતાનું ઘર છોડવા માટે મજબૂર થવુ પડ્યુ હતુ.

noble peace

આ પુરસ્કાર સંઘર્ષમાં જોડાયેલા કોલંબિયાના લોકોના સંઘર્ષ અને તેમના મનોબળને સલામ કરવા માટે આપવામાં આવ્યુ છે. નૉબેલ શાંતિ પુરસ્કાર સમિતિના કહેવા મુજબ આટલા સંઘર્ષ છતાં કોલંબિયાના નાગરિકોએ શાંતિની આશા છોડી નહોતી.

English summary
Colombian President Juan Manuel Santos wins
Please Wait while comments are loading...