For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં 300000 લોકો કોરોનાની ચપેટમાં, દુનિયાભરમાં 64000થી વધુ મોત

અમેરિકા, ઈટલી, ફ્રાંસ અને સ્પેનમાં જાણે કે કોરોના વાયરસ માટે રેસ લાગી છે. જો આંકડાઓ પર નજર નાખીએ તો તે ખૂબ જ ચોંકાવનારા છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસે દુનિયાભરમાં પગ ફેલાવી દીધો છે. ચીનથી શરૂ થયેલ આ કોરોના વાયરસે અત્યાર સુધી હજારો લોકોના જીવ લઈ લીધા છે. અમેરિકા જેવી મહાશક્તિ પણ આ વાયરસ સામે ઘૂંટણિયે પડી ગયુ છે. વળી, અમેરિકા, ઈટલી, ફ્રાંસ અને સ્પેનમાં જાણે કે કોરોના વાયરસ માટે રેસ લાગી છે. જો આંકડાઓ પર નજર નાખીએ તો તે ખૂબ જ ચોંકાવનારા છે. અમેરિકામાં કોરોના વાયરસના કારણે જ્યાં 3,01,902 લોકો સંક્રમિત છે ત્યાં મૃતકોની સંખ્યા 8,175ને પાર કરી ગઈ છે. 24 કલાકમાં અમેરિકામાં કોરોનાના કમસે કમ 23,949 કેસ સામે આવી ચૂક્યા છે જ્યારે 1,023 લોકોના મોત થઈ ચૂક્યા છે. સૌથી વધુ પ્રભાવિત અમેરિકાનુ ન્યૂયોર્ક શહેર છે જ્યાં છેલ્લા 24 કલાકમાં 562 લોકોના મોત થયા છે. અહીં અઢી મિનિટમાં એક વ્યક્તિનુ મોત થઈ રહ્યુ છે જ્યારે 100000 કોરોનાથી ગ્રસિત છે.

corona

યુરોપમાં 450000 મોત

કોરોના વાયરસના કારણે યુરોપીય દેશોમાં મોતોની સંખ્યા 45000 થઈ ગઈ છે. તુર્કીમાં કોરોના વાયરસના કારણે મૃતકોની સંખ્યા 500 પહોંચી ગઈ છે. જ્યારે ફ્રાંસમાં 24 કલાકમાં 441 મોત કોરોના વાયરસના કારણે થયા છે. ફ્રાંસમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 7560 થઈ ગઈ છે. સ્પેનમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 11 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. વળી, બ્રિટનમાં કોરોનાના કારણે સતત ચોથા દિવસે મોતનો આંકડો સૌથી વધુ 708 રહ્યો.

દુનિયાભરમાં 64675 લોકોના મોત

ઈટલીમાં કોરોના વાયરસા કારણે અત્યાર સુધી 14 હજારથી વધુ મોત થઈ ચૂક્યા છે. વળી, ઑસ્ટ્રેલિયમાં અત્યાર સુધી 5,300થી વધુ કેસ સામે આવ્યા અને 28 લોકોના મોત થઈ ગયા છે. દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે 64675 લોકોના મોત કોરોનાના કારણે થઈ ગયા છે.

આ પણ વાંચોઃ 8 મલેશિયનો IGI એરપોર્ટ પર પકડાયા, રાહત વિમાનથી ભાગવાની ફિરાકમાં હતાઆ પણ વાંચોઃ 8 મલેશિયનો IGI એરપોર્ટ પર પકડાયા, રાહત વિમાનથી ભાગવાની ફિરાકમાં હતા

English summary
Confirmed Coronavirus cases in US top 300,000,More then 64000 people died in world
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X