પાકિસ્તાનના PM નવાઝ શરીફ પર હુમલો કરવાનું કાવતરું નિષ્ફળ

પૂર્વ વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીના પુત્ર અલી હૈદર ગિલાનીના અપહરણના કેસની તપાસ કરી રહેલી પોલીસ તથા ગુપ્તચર તંત્રના અધિકારીઓની સંયુક્ત તપાસ ટીમે આ કાવતરાને શોધી કાઢ્યું હતું. મે 2013 દરમિયાન ચૂંટણી પ્રચાર દરમિયાન અલી હૈદરનું અપહરણ કરવામાં આવ્યું હતું.
આ અંગે ધ એક્સપ્રેસ ટ્રિબ્યુને પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે ગિલાનીના કેસની તપાસ કરતા સમયે અધિકારીઓએ ઉત્તરી વજિરિસ્તાન સ્થિત એક આતંકવાદી જૂથની ભાળ મેળવી હતી. આ જૂથ લાહોરમાં સક્રિય હતું. આ જૂથે રાયવિંદમાં શરીફને તેમના ઘરે જ નિશાન બનાવવા અંગેની યોજના ઘડી રહ્યું હતું.












Click it and Unblock the Notifications
