કોરોનાના કારણે ચીનના યુવાનોને સતાવી રહ્યો છે મોતનો ડર, કરી રહ્યા છે આ કામ
દુનિયાભરમાં જે ચીનથી કોરોના મહામારી ફેલાઈ ત્યાંના યુવાનોને હવે પોતાની મોતનો ડર સતાવી રહ્યો છે.
બેઈજિંગઃ દુનિયાભરમાં જે ચીનથી કોરોના મહામારી ફેલાઈ ત્યાંના યુવાનોને હવે પોતાની મોતનો ડર સતાવી રહ્યો છે. કોરોના એક વાર ફરીથી રોજ સેંકડો જિંદગીઓને બરબાદ કરી રહ્યો છે. એવામાં કોરોના વાયરસના કારણે મોતના ડરથી મોટાભાગના યુવાનો પોતાની વસીયત લખી રહ્યા છે. આ ખુલાસો ચાઈના રજિસ્ટ્રેશન સેન્ટરના એક રિપોર્ટમાં થયો છે. સાઉથ ચાઈના મૉર્નિંગ પોસ્ટ (એસસીએમપી)એ દાવો કર્યો છે કે પહેલાની અપેક્ષાએ હવે વધુ સંખ્યામાં યુવાનો પોતાની વસીયત તૈયાર કરાવી રહ્યા છે. વર્ષ 2019થી 2020 સુધી, 1990 બાદ પેદા થનારાની વસીયત લખવાની સંખ્યામાં ગયા વર્ષોની તુલનામાં 60 ટકા વધારો થયો છે.

વિદેશમાં રહેતા ચીની લોકો પોતાની સંપત્તિ માટે કેન્દ્ર સાથે ચર્ચા કરી રહ્યા છે. વળી, હવે સરકારી કાર્યાલયોમાં આની સાથે સંબંધિત માહિતી લેનાર અને પૂછપરછ કરનારની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે.ગ્વાંગડોંગમાં ચાઈના વિલ ઑર્ગેનાઈઝેશનના નિર્દેશક યાંગ યિંગીએ રાજ્ય પ્રસારકને કહ્યુ કે કોરોનાથી વધી રહેલ મોતના કારણે યુવાનોને આ વિશે વિચારવા મજબૂર કર્યા છે. તેમણે કહ્યુ કે કોરોના મહામારીના આ દોરમાં યુવાનો વિચારી રહ્યા છે કે જો તે મરીજાય તો તેમના માતાપિતા અને બાળકોની દેખરેખ કોણ કરશે. તેમની સંપત્તિનુ શું થશે. માટે તે વસીયત કરીને નિશ્ચિંત થવા માંગે છે.
18 વર્ષીય છોકરીએ કરાવી પોતાની વસીયત
હાલમાં જ એક 18 વર્ષીય છાત્રા શિયાઓહોંગ 20,000 યુઆન સાથે પોતાની વસીયત તૈયાર કરાવવા માટે શંઘાઈ સેન્ટરનો સંપર્ક કર્યો. તેણે કહ્યુ કે હું મારી જિંદગીને ગંભીરતાથી લઈ છુ પોતાની વસીયત લખની જીવનનો અંત નથી. આ નવી શરૂઆત છે. આ છોકરીએ કહ્યુ કે પોતાની જમાપૂંજી પોતાના દોસ્તને આપવા માંગુ છુ જેણે મુશ્કેલીના સમયમાં મારી મદદ કરી. તેણે કહ્યુ કે ભવિષ્યમાં વધુ સંપત્ત હોવા પર તે વસીયતને અપડેટ કરી દેશે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લગભગ 80 ટકાથી વધુ યુવાનોએ પોતાની બચત સાથે વસીયત તૈયાર કરાવે છે. જેમાં લગભગ 70 ટકા અચળ સંપત્તિ હોય છે.
ચીનમાં 18 વર્ષથી વધુ વયની કોઈ પણ વ્યક્તિ લખાવી શકે છે વસીયત
ઉલ્લેખનીય છે કે ચીનની વસીયત રજિસ્ટ્રેશન સેન્ટર કે જે 2013માં સ્થા્પિત એક ચેરિટી ટ્ર્સ્ટ છે જ્યાં 60 વર્ષથી વધુ વયના લોકોને ફ્રી સેવાઓ આપવામાં આવે છે. આ સેન્ટરની 11 બ્રાંચ છે અને 60 સર્વિસ પોસ્ટ પણ છે. પરંતુ યુવાઓને આ ફ્રી સર્વિસ નથી આપતુ. તમને જણાવી દઈએ કે ચીનના કાયદા અનુસાર 18 વર્ષથી વધુ વયની કોઈ પણ વ્યક્તિ વસીયત લખી શકે છે જ્યારે 16 વર્ષની વયના લોકો સ્વતંત્ર આવક મેળવી શકે છે. વળી, ત્યાં વસીયત લખવાની સરેરાશ વય 67 વર્ષ છે.












Click it and Unblock the Notifications
