For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાપરે! એક છોકરીના કારણે આખા દેશમાં ફેલાયો કોરોનાવાઈરસ, 5 હજાર લોકો થયા સંક્રમિત

બાપરે! એક છોકરીના કારણે આખા દેશમાં ફેલાયો કોરોનાવાઈરસ, 5 હજાર લોકો થયા સંક્રમિત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દુનિયામાં અમુક જ એવા ખુશ કિસ્મત દેશ બચ્યા છે જ્યાં કોરોનાવાઈરસ હજી પણ નથી પહોંચી શક્યો, પરંતુ 195 જેટલા એવા દેશ છે જે આ મહામારીના સકંજામાં ફસાઈ ચૂક્યા છે. ચીન, ઈટલી, ઈરાન, કેનેડા, અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા સહિત કેટલાય મોટા દેશ આ બિમારીને નાથવા સંઘર્ષ કરી રહ્યા છે. એક તરફ જ્યાં દુનિયાભરની સરકારો મળીને આ મહામારીને ખતમ કરવામાં લાગી છે ત્યાં જ કેટલાક એવા લોકો પણ છે જે પોતાની બેવકૂફીઓને કારણે બીમારીને વધુ ફેલાવી રહ્યા છે.

એકલી છોકરીએ 5000ને રોગ આપ્યો

એકલી છોકરીએ 5000ને રોગ આપ્યો

આવો જ એક મામલો દક્ષિણ કોરિયાથી સામે આવ્યો છે જ્યાં કોરોનાવાઈરસની દર્દી એક મહિલાએ 5 હજાર લોકોમાં આ જીવલેણ વાયરસનું સંક્રમણ આપ્યું છે. આ અહેવાલ સામે આવ્યા બાદ સાઉથ કોરિયામાં હડકંપ મચી ગયો છે. એક અહેવાલ મુજબ સાઉથ કોરિયામાં સંક્રમિત લોકોનો આંડો 9000ની પાર પહોંચી ચૂક્યો છે અને 120 લોકોના મોત થઈ ચૂક્યાં છે.

સંક્રમિત થયા બાદ પણ મહિલા લોકોને મળતી રહી

સંક્રમિત થયા બાદ પણ મહિલા લોકોને મળતી રહી

દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ જ્યારે કોરોના ફેલાયાની તપાસ કરી તો તેમને એક મહિલાનો પતો લાગ્યો જેણે એકલીએ જ હજારો લોકોમાં આ બીમારી ફેલાવી દીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા દક્ષિણ કોરિયાની રાજધાની સોલમાં રહે છે, સમયસર તેનામાં વાયરસની ઓળખ નહોતી થઈ શકી જેના કારણે તે કેટલાય દિવસો સુધી સામાન્ય લોકો વચ્ચે ફરતી રહી. આ દરમિયાન 5000 લોકોના સંપર્કમાં આવવાથી તે બધાને સંક્રમિત કરી દીધા.

મહિલાના સંપર્કમાં આવેલા લોકોનું મોત

મહિલાના સંપર્કમાં આવેલા લોકોનું મોત

તપાસ કરી રહેલ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ છોકરીએ માત્ર લોકોને સંક્રમિત જ નથી કર્યા બલકે તેના સંપર્કમાં આવવાથી કેટલાય લોકોના જીવ પણ ચાલ્યા ગયા છે. પોલીસે મહિલા વિરુદ્ધ કેસ નોંધી લીધો છે. મહિલા સાથે પૂછપરછ દરમિયાન માલૂમ પડ્યું કે સૌથી પહેલા સવારની પ્રાર્થના માટે સાઉથ કોરિયાના શેંચોંજી ચર્ચ ગઈ. પછી ત્યાં 1200 લોકોમાં કોરોનાવાઈરસ ફેલાણો હતો.

આખો મહિના ફરતી રહી મહિલા

આખો મહિના ફરતી રહી મહિલા

કોરોનાવાઈરસથી સંક્રમિત મહિલાએ જણાવ્યું કે તેને પોતાના સંક્રમણનો પતો ઘણા દિવસ બાદ લાગ્યો હતો. 6 ફેબ્રુઆરીએ નાની એવી દુર્ઘટના બાદ તે હોસ્પિટલ ગઈ હતી જ્યાં હળવો તાવ હોવા છતાં તેણે આ વાત નજરઅંદાજ કરી. મહિલાએ હોસ્પિટલમાં પણ 119 લોકોમાં આ વાયરસ ફેલાવ્યો. જે બાદ તે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે પર મહિલા ક્વીન વૈલ હોટલામાં ખાવાનું ખાવા ગઈ જ્યાં કેટલાય લોકોને વાયરસનો શિકાર બનાવ્યા. આવી રીતે આ વાયરસ આખા દેશમાં ફેલાઈ ગયો. હાલ આ મહિલા હોસ્પિટલમાં દાખલ છે અને તેનો ઈલાજ ચાલી રહ્યો છે.

ચાર દિવસમાં જ સંક્રમિતોની સંખ્યા 2 લાખથી 3 લાખ સુધી પહોંચી ગઈ

ચાર દિવસમાં જ સંક્રમિતોની સંખ્યા 2 લાખથી 3 લાખ સુધી પહોંચી ગઈ

દુનિયાભરમાં સંક્રમિત લોોકનો આંકડો 3 લાખને પાર કરી ચૂક્યો છે જેનાથી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ ચિંતિત છે. ડબલ્યૂએચઓના પ્રમુખ ટેડરૉસ એડહાનોમ ઘેબ્રોસિયને કહ્યું કે કોરોનાવાઈરસ મહામારી તેજીથી વધી રહી છે. આ મહામારીના કેસ બે લાખથી ત્રણ લાખ સુધ પહોંચવામાં માત્ર ચાર દિવસનો જ સમય લાગ્યો હતો. ટેડરૉસે કહયું કે, કોરોનાવાઈરસનો પહેલો કેસ 67 દિવસ બાદ સામે આવ્યો હતો અને માત્ર 11 દિવસમાં જ કેસ એક લાખથી બે લાખ સુધી પહોંચી ગયા હતા. જે બાદ માત્ર ચાર દિવસમાં જ કેસ બે લાખથી ત્રણ લાખ પર પહોંચી ગયા હતા. તેમણે કહ્યું કે માત્ર લોકો જ આ મહામારીની રેખાને બદલી શકે છે એટલે કે માત્ર જનતા જ નક્કી કરી શકશે કે આ મહામારી કઈ દિશામાં જશે.

નાણાકીય વર્ષ 2018-19નો આવકવેરો ભરવાની તારીખ આગળ વધારવામાં આવીનાણાકીય વર્ષ 2018-19નો આવકવેરો ભરવાની તારીખ આગળ વધારવામાં આવી

English summary
Corona virus spread across the country due to 1 girl 5 thousand people were infected in South Korea.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X