એશિયામાં સૌથી ઓછી વસ્તીવાળા દેશ સિંગાપોરમાં ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસ
એશિયામાં સૌથી ઓછી વસ્તીવાળો દેશ સિંગાપોર પણ કોરોના વાયરસથી બચી શક્યો નથી. આ દેશ હવે ભારત અને ચીન બાદ ત્રીજો એશિયાઈ દેશ બની ગયો છે જ્યાં મહામારીએ સૌથી મોટો હુમલો કર્યો છે. રવિવારે સિંગાપોરમાં 931 કેસ સામે આવ્યા અને આના કારણે હવે અહીં સિંગાપુરમાં કુલ આંકડો 13,000 સુધી પહોંચી ગયો. હવે સિંગાપુર સંક્રમણના કેસમાં જાપાનથી પણ આગળ નીકળીને ત્રીજા સ્થાને આવી ગયુ છે.
અપ્રવાસી મજૂરો વચ્ચે સૌથી વધુ કેસ
સિંગાપુરમાં અપ્રવાસી મજૂરોમાં સૌથી વધુ સંક્રમણ ફેલાયુ છે અને આ મજૂરો ગીચ વસ્તીમાં રહે છે. જ્યારે વાયરસે ફેલાવવાનુ શરૂ કર્યુ હતુ તો એ વખતે સિંગાપુરે આના પર નિયંત્રણ મેળવી લીધુ હતુ. રવિવારે અહીંની સરકાર તરફથી નિવેદન જારી કરીને જણાવવામાં આવ્યુ કે બસ 15 લોકો એવા છે જે સિંગાપોરના નાગરિક અને સ્થાયી નિવાસી છે અને જેમાં સંક્રમણનના કેસ મળી આવ્યા છે. થોડા દિવસો પહેલા સિંગાપુર જેની વસ્તી લગભગ 5.7 મિલિયન છે તેના માટે લૉકડાઉનનો સમય ચાર અઠવાડિયા સુધી લંબાવીને એક જૂન સુધી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સિંગાપુરે આ ઉપાયને સર્કિય બ્રેકરનુ નામ આપ્યુ છે. આ પ્રક્રિયા હેઠળ બધી સ્કૂલો અને બિન જરૂરી વ્યવસાયોને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ વિદેશી કામદારોને તેમના ઘરોમાં જ રહેવા માટે કહેવામાં આવ્યુ છે.
જીડીપીમાં ઘટાડાનો ડર
સિંગાપોરમાં આ વર્ષે અર્થવ્યવસ્થામાં ચાર ટકાનો ઘટાડાનો અંદેશો વ્યક્ત કરવામાં આવ્યો છે. અહીંના ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી મિનિસ્ટર ચાન ચુન સિંગે ગુરુવારે આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યુ કે આ મહામારીના કારણે જીડીપીમાં ઝડપથી ઘટાડો થશે અને એક મહિના પહેલા એ સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી કે આવનારા દિવસોમાં ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડશે. 21 એપ્રિલે સિંગાપોરના પ્રાઈમ મિનિસ્ટર લી હાઈસેન લુંગે કહ્યુ હતુ કે હાલમાં જે કેસ સામે આવી રહ્યા છે કે ઈન્ટેસીવ કેરની જરૂર નથી કારણકે અપ્રવાસી કામદાર યુવા છે અને તેમાં કોવિડ-19ના લક્ષણ ઘણા નબળા છે. સિંગાપોરમાં કોરોના વાયરસના કારણે થતા મોતનો દર દુનિયામાં સૌથી ઓછો છે. અહીં આ મહામારીના કારણે 12 લોકોના જીવ ગયા છે.
આ પણ વાંચોઃ PM મોદીએ આપ્યા સંકેત, 3 મે બાદ હૉટસ્પૉટમાં ચાલુ રહેશે લૉકડાઉનઃ સૂત્ર