For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજથી શરૂ થશે Coronavirusની વેક્સીનનું ટ્રાયલ, જાણો ક્યાર સુધીમાં બજારમાં આવશે

આજથી શરૂ થશે Coronavirusની વેક્સીનનું ટ્રાયલ, જાણો ક્યાર સુધીમાં બજારમાં આવશે

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકામાં આજે જીવલેણ કોરોનાવાઈરસની વેક્સીનનું ક્લીનિકલ ટ્રાયલ શરૂ થશે. ટ્રમ્પ પ્રશાસનના એક અધિકારી તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. અમેરિકાના નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ હેલ્થ તરફથી ટ્રાયલનું ફંડિંગ કરવામાં આવી રહ્યું છે. વેક્સીનનું ટ્રાયલ સીએટલ સ્થિત કાઈસર પરમાનેન્ટ વૉશિંગ્ટન હેલ્થ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટમાં કરવામાં આવશે. અધિકારીઓએ પોતાનું નામ ના જણાવવાની શરત પર જ આ વાતની જાણકારી ન્યૂજ એજન્સી એપીને આપી છે કેમ કે અત્યાર સુધી આ વિશે કોઈપણ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.

Coronavirus

દોઢ વર્ષનો ઈંતેજાર કરવો પડશે

અમેરિકાના હેલ્થ ઑફિશિયલ્સનું કહેવું છે કે આ વેક્સીન સંપૂર્ણપણે ડેવલપ થવામાં 18 મહિનાનો સમય લેશે. આ વેક્સીનનું ટ્રાયલ 45 યુવા સ્વસ્થ વૉલેંટિયર્સ સાથે થશે. જેમને અલગ-અલગ ડોજ આપવામાં આવશે જેને એનઆઈએચ અને મૉડેરના ઈંક તરફથી વિકસિત કરવામાં આવ્યા છે. આ વાતની આશંકા બિલકુલ પણ નથી કે જે વૉલેંટિયર્સ આ ટેસ્ટિંગમાં આવશે તેમને ડોજના શૉટ્સથી જરા પણ સંક્રમણ થશે કેમ કે તેમનામાં વાયરસ નથી. આ વેક્સીન ડેવલપ કરવાનો ઉદ્દેશ કોઈ સાઈડ ઈફેક્ટ્સ છે કે નહિ તે વાત ચેક કરવાનો છે. દુનિયાભરમાં હાલ Covid-19ની વેક્સીન ડેવલપ કરવાનું કામ શરૂ થઈ ગયું છે. કોરોનાવાઈરસના કારણે અત્યાર સુધી દુનિાભરમાં 156000 લોકો સંક્રમિત છે અને 5800 લોકોના મોત થઈ ચૂક્યાં છે. અમેરિકામાં જ માત્ર 50થી વધુ લોકોના મોત થઈ ગયાં છે. જ્યારે 49 અમેરિકી રાજ્યોમાં 3000 લોકો સંક્રમિત છે. એ વાત પણ સાચી છે કે આ વાઈરસથી સંક્રમિત કેટલાય લોકો સંપૂર્ણપણે ઠીક થઈ ચૂક્યા છે. હેલ્થ ઑફિશિયલ્સનું કહેવું છે કે આ બીમારીના હહળવા લક્ષણવાળા દર્દીઓને ઠીક થવામાં બે અઠવાડિયાનો સમય લાગી શકે છે. જ્યારે ગંભીર લક્ષણોવાળા દર્દીઓને ઠીક થવામાં ત્રણથી છ અઠવાડિયાનો સમય લાગી શકે છે.

Coronavirus: સ્પેનના પ્રધાનમંત્રીની પત્નીને કોરોનાવાઈરસCoronavirus: સ્પેનના પ્રધાનમંત્રીની પત્નીને કોરોનાવાઈરસ

English summary
Coronavirus vaccine trial starts today in america
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X