બ્રિટનમાં કાલથી માણસ પર કોવિડ-19 વેક્સીનનું ટ્રાયલ શરૂ થશે, સરકારે ઘોષણા કરી

બ્રિટનમાં કાલથી માણસ પર કોવિડ-19 વેક્સીનનું ટ્રાયલ શરૂ થશે, સરકારે ઘોષણા કરી

લંડનઃ બ્રિટનમાં ગુરુવારથી માણસો પર કોરોના વાયરસની વેક્સીનનું ટ્રાયલ શરૂ થવા જઈ રહ્યું છે. આ વાતની ઘોષણા બ્રિટેનના સ્વાસ્થ્ય મંત્રી મૈટ હૈનકૉકે કરી છે. જ્યારે ઑક્સફોર્ડની ટીમના એક સભ્યએ કહ્યું કે જો આ પરીક્ષણ સફળ થાય છે તો આ વર્ષે શરદ ઋુરુ સુધી ઉપયોગ માટે લાખો વેક્સીન ઉપલબ્ધ થઈ શકે છે. આ વેક્સીનને ઑક્સફોર્ડ વિશ્વવિદ્યાલયે તૈયાર કર્યો છે અને આના માટે બ્રિટિશ સરકારે મંગળવારે 20 મિલિયન પાઉન્ડ્સ ખર્ચ કરવાની પણ ઘોષણા કરી છે.

coronavirus

ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 25,57,504 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 1,77,662 લોકો આ મહામારીને પગલે મૃત્યુ પામ્યા છે, સારા સમાચાર એ છે કે 6,90,681 લોકો કોરોનાને હરાવવામા સફળ થયા છે અને સાજા થઈ ઘરે આવી ગયા છે. આખા વિશ્વમાં અમેરિકા સૌથી વધુ અસરગ્રસ્ત થયું છે. અમેરિકામાં કોરોના પોઝિટિવનો આંકડો 8 લાખ 19 હજાર 164ને પાર પહોંચી ચૂક્યો છે જ્યારે 45 હજાર 340 લોકોના મૃત્યુ થયાં છે. જ્યારે ભારતની વાત કરીએ તો ભારતમાં કોરોના સંક્રમિતોનો આંકડો 20 હજારને પાર પહોંચી ચૂક્યો છે જ્યારે 650 જેટલા લોકો મૃત્યુ પામી ચૂક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X