For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના (COVID-19)ના 95,265 કેસ નોંધાયા, 3281ના મોતઃ WHO

આજે વિશ્વ આરોગ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલ ટડ્રોસ એબનૉમે પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરી.

|
Google Oneindia Gujarati News

ચીનમા ફેલાયેલ જાનલેવા કોરોના વાયરસ દુનિયાભરના ઘણા દેશોમાં પોતાના પગ ફેલાવી ચૂક્યો છે ત્યારબાદ વિશ્વ આરોગ્ય સંગઠન સતત કોરોના વાયરસના જોખમ પર નજર રાખી રહ્યુ છે. આ બાબતે આજે વિશ્વ આરોગ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલ ટડ્રોસ એબનૉમે પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરી. તેમણે કહ્યુ કે દુનિયાભરમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ 95265 કેસ સામે આવી ચૂક્યા છે. 3281 લોકોના મોત થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં ચીનમાં 100 કરોના વાયરસ સંક્રમણના કેસ સામે આવી ચૂક્યા છે. ચીનની બહાર 2055 કોરોના વાયરસના કેસ 33 દેશોમાં સામે આવી ચૂક્યા છે. 80 ટકા કેસ માત્ર ત્રણ દેશોમાં સામે આવી ચૂક્યા છે. જ્યારે 115 દેશોમાં આનો એક પણ કેસ સામે આવ્યો નથી. 21 દેશોમાં માત્ર એકકેસ સામે આવ્યો છે જ્યારે 5 દેશોમાં છેલ્લા 14 દિવસોમાં કોરોના વાયરસનો એક પણ કેસ સામે આવ્યો નથી. આપણે આ વૈશ્વિક મહામારી સામે એકજૂટ થઈને લડી શકીએ છીએ.

Coronavirus

વિશ્વ આરોગ્ય સંગઠન તરફથઈ કહેવામાં આવ્યુ છે કે અમે એ અંગે ઘણા ચિંતિત છે જ્યાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે અને તે આર્થિક રીતે આ સંક્રમણ સામે લડવા માટે નબળા છે. અમને એ અંગેની ચિંતા છે કે અમુક દેશો આ અંગે ગંભીર નથી, આ બિલકુલ યોગ્ય નથી. આ સમય હાર માનવાનો નથી, બહાના બનાવવાનો સમય નથી, આ સમય છે કે પોતાની પૂરી તાકાતથી આની સામે લડો. આ સંક્રમણથી નિપટવા માટે માત્ર આરોગ્ય મંત્રાલય વિભાગ જ નહિ પરંતુ સુરક્ષા, નાણા સહિત આખી સરકાર આગળ આવે અને એકજૂટ થઈને આની સામે લડે. આપણે જરૂર છે કે પોતાના આરોગ્ય કર્મીઓને પ્રશિક્ષિત કરીએ, હોસ્પિટલોને તૈયાર રાખીએ. દર્દીઓની ઓળખ કરીને તેમને આઈસોલેશનમાં રાખો. જો આપણે આ વલણ અપનાવીશુ તો આપણે જલ્દી આની સામે લડી શકીશુ.

તમને બધાને ખબર છે કે અમે એ તમામ દેશોને આર્થિક મદદ પૂરી પાડી રહ્યા છે. જેમને આ મહામારી સામે લડવા માટે પૈસાની જરૂર છે. અમે તમામ ઉપકરણ વગેરે પણ પૂરા પાડી રહ્યા છે. આ ફંડ એ દેશો માટે ખૂબ જ જરૂરી છે જે આ મહામારી સામે લડી રહ્યા છે. અમને ખબર છે કે લોકો ડરેલા છે પરંતુ અમે તેમને યોગ્ય માહિતી આપીને તેમને સજાગ કરી શકીએ છીએ. અમે સોશિયલ મીડિયા અભિયાન બી રેડી ફૉર કોવિડ-19ની શરૂઆત કરી છે. આ વાયરસ વિશે ઘણુ બધુ એવુ છે આપણે નથી જાણતા પરંતુ અમે સતત આ દિશામાં કામ કરી રહ્યા છે કે છેવટે આની સામે કેવી રીતે નિપટી શકાય. આ ઘણી ગંભીર બિમારી છે પરંતુ મોટાભાગના લોકો માટે જાનલેવા નથી. આ વાયરસથી લોકોને બચાવવા માટે બધા કંઈકને કંઈક કરી શકે છે.

આ પણ વાંચોઃ કોરોના વાયરસ ચીનથી આવ્યો, વધુ દિવસ નહિ ટકેઃ મોરારી બાપૂઆ પણ વાંચોઃ કોરોના વાયરસ ચીનથી આવ્યો, વધુ દિવસ નહિ ટકેઃ મોરારી બાપૂ

English summary
Coronavirus: WHO says 95265 positive case of covid 19 3281 died of it we need to fight it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X