For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાઃ દુનિયામાં દર્દીઓની સંખ્યા 6.66 લાખને પાર, ચીનમાં મૃતકોની સંખ્યા વધી

દુનિયાભરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં હવે ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

દુનિયાભરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં હવે ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. આ સંખ્યા સાડા છ લાખ લોકોથી પણ વધુ થઈ ચૂકી છે જ્યારે મૃતકોની સંખ્યા લગભગ એકત્રીસ હજાર થઈ ચૂકી છે. સૌથી મોટી વાત એ છે કે રવિવારે ચીનમાં 5 અને કોરોના સંક્રમિત લોકોના મોત થઈ ગયા છે. એટલે કે ત્યાં હજુ પણ સ્થિતિ દાવા મુજબ સંપૂર્ણપણે કાબુમાં નથી. જ્યારે ચીન તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે તે આ મહામારીના પ્રારંભિક કેન્દ્ર વુહાનને સંપૂર્ણપણે ખોલવાની કોશિશમાં લાગેલુ છે.

પીડિતોની સંખ્યા 6,66,013

પીડિતોની સંખ્યા 6,66,013

આજની તારીખમાં દુનિયાના લગભગ મોટાભાગના દેશો સુધી કોવિડ-19 મહામારી દસ્તક દઈ ચૂકી છે. અત્યાર સુધી દુનિયામાં આનાથી પીડિતોની સંખ્યા 6,66,013 થઈ ચૂકી છે અને આમાંથી 30,935 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. જો કે રાહતના સમાચાર એ છે કે સાડા છ લાખથી વધુ સંક્રમિતોમાંતી 1,42,479 લોકો આનાથી સંપૂર્ણપણે ઠીક પણ થઈ ચૂક્યા છે.

દુનિયામાં મૃતકોની સંખ્યા

દુનિયામાં મૃતકોની સંખ્યા

હાલના સમયે આ બિમારી સૌથી વધુ અમેરિકામાં ફેલાઈ ચૂકી છે અને ત્યાં એક લાખથી વધુ લોકો આનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. અમેરિકામાં આજે 8 નવા કોવિડ-19 દર્દી સામે આવ્યા છે. જ્યારે ત્યાં આનાથી મરનારની સંખ્યા 2,229 થઈ ગઈ છે. ચીન પાસે સાઉથ કોરિયામાં પણ આજે 8 જદર્દીનો વધારો થયો છે. જ્યારે ચીનમાં વધુ 5 લોકોના મોત બાદ ત્યાં આનાથી મરનારની કુલ સંખ્યા 3,300 સુધી પહોંચી ગઈ છે. જર્મનીમાં પણ વધુ 22 કોરોના દર્દીઓના મોત થઈ ચૂક્યા છે અને ત્યાં મૃતકોની સંખ્યા 455 સુધી પહોંચી ચૂકી છે.

25 લાખ અમેરિકી ડૉલરની મદદ

25 લાખ અમેરિકી ડૉલરની મદદ

આ દરમિયાન કોરોના સામે લડાઈમાં ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ અને તેમના પત્ની પ્રિન્સીલા ચૈન પણ આગળ આવ્યા છે. આ બંનેએ બિલ અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે મળીને આ લડાઈમાં 25 લાખ અમેરિકી ડૉલરની મદદ આપવાની વાત કહી છે. તેમના તરફથી જે ફંડ આપવામાં આવશે તેનો ઉપયોગ આ બિમારીના ઈલાજ પર થનારા ખર્ચ પર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્રઃ કોરોના પર કાબુ મેળવવા અમે સરકાર સાથેઆ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્રઃ કોરોના પર કાબુ મેળવવા અમે સરકાર સાથે

English summary
Covid-19-Number of patients in the world crosses 6.66 lakhs, China also has increased number of dead
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X