For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માસ્ક ના પહેર્યુ તો 42 લાખ સુધીનો દંડ અને 3 વર્ષ સુધીની જેલ, આવ્યા કડક નિયમો

વિશ્વના અમુક દેશોમાં માસ્ક પહેરવા કડક સજાની જોગવાઈ પણ છે.

|
Google Oneindia Gujarati News

આખુ વિશ્વ હાલમાં કોરોના મહામારી સામે જંગ લડી રહ્યો છે, દરેક દેશની કોશિશ છે કે આ મહામારીથી જલ્દી બહાર નીકળે પરંતુ આ બિમારીની હજુ સુધી કોઈ વેક્સીન નથી, એવામાં દરેકને કહેવામાં આવી રહ્યુ છે કે સાવચેતી જ બચાવ છે માટે તમે સાવચેતી રાખો અને આ રોગથી દૂર રહો અને ઘરની બહાર જ્યારે નીકળો તો માસ્ક પહેરીને જ નીકળો પરંતુ વિશ્વના અમુક દેશોમાં માસ્ક પહેરવા કડક સજાની જોગવાઈ પણ છે.

mask

કુવેત અને કતરમાં જો કોઈ વ્યક્તિ માસ્ક પહેરવાનુ ભૂલી જાય તો તેમને જેલની સજા સાથે તેમના પર ભારે દંડ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીંના આરોગ્ય મંત્રાલય અનુસાર દોષી જોવા મળતા વ્યક્તિને ત્રણ મહિનાની જેલ થઈ શકે છે જ્યારે કતરમાં આના માટે 3 વર્ષની જેલની સજા રાખવામાં આવી છે. એટલુ જ નહિ કુવેતમાં મહત્તમ દંડ 5000 દિનાર(16,200 ડૉલર) અને કતરમાં આ દંડ 3 ગણો વધુ છે એટલે કે 200,000 રિયાલ(55,000 ડૉલર કે 42 લાખ)

તમને જણાવી દઈએ કે ખાડીના રાજ્યોમાં અત્યાર સુધી કોરોના વાયરસથી 693 મોત થઈ ચૂક્યા છે. આ ઉપરાંત કુલ 137, 400થી વધુના સંક્રમિત થવાની સૂચના આપી છે. જો ભારતની વાત કરીએ તો દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડ 5242 નવા કેસ સામે આવ્યા છે.સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 3029 લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે સંક્રમિતોની સંખ્યા 96169 થઈ ગઈ છે. જ્યારે પાછલા 24 કલાકમાં કોરોનાના 5242 નવા દર્દી મળ્યા છે અને 157 લોકોના જીવ ચાલ્યા ગયા છે. 24 કલાકમાં કોરોનાના મામલામાં આ અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો છે. જો કે રાહતની વાત એ છે કે 36824 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થયા છે. રિકવરી રેટ સુધરીને 38.29 ટકા પર પહોંચી ગયો છે.

મહેસાણામાં ખેડૂતે યુટ્યુબમાંથી માહિતી મેળવી કરી કેળાની ખેતીમહેસાણામાં ખેડૂતે યુટ્યુબમાંથી માહિતી મેળવી કરી કેળાની ખેતી

English summary
covid-19: wear face masks of face jail or fining thousands of dollars says kuwait and qatar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X