For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શરમજનક પ્રથા, બળાત્કારથી બચાવવા છોકરીઓના સ્તન ગરમ પત્થરથી દબાવાય છે

યૌન શોષણ, બળાત્કાર અને સગીર યુવતીઓ સાથે થતા યૌન શોષણથી બચવા માટે એવી રીત અપનાવવામાં આવી રહી છે જે માનવતાને પણ શરમમાં મૂકી દે તેવી છે.

|
Google Oneindia Gujarati News

દુનિયાભરમાં જે રીતે મહિલાઓ સામે બળાત્કાર, યૌન શોષણના કેસ વધી રહ્યા છે તેના કારણે મહિલાઓમાં સતત અસુરક્ષાની ભાવના વધી રહી છે. આફ્રિકાની મહિલાઓ દ્વારા યૌન શોષણ, બળાત્કાર અને સગીર યુવતીઓ સાથે થતા યૌન શોષણથી બચવા માટે એવી રીત અપનાવવામાં આવી રહી છે જે માનવતાને પણ શરમમાં મૂકી દે તેવી છે. આફ્રિકાની છોકરીઓના વક્ષઃસ્થળને ગરમ પત્થરથી દબાવવામાં આવે છે જેથી તેમના સ્તન જલ્દી ઉભરે નહિ અને યુવકોનું તેમના પર ધ્યાન ન જાય. આ રીત એટલા માટે અપનાવવામાં આવી રહી છે જેથી યુવતીઓને યૌન શોષણ અને બળાત્કારથી બચાવી શકાય.

આફ્રિકી મૂળના લોકો કરે છે

આફ્રિકી મૂળના લોકો કરે છે

શનિવારે ધ ગાર્ડિયનમાં છપાયેલા આ રિપોર્ટ અનુસાર કમ્યુનિટી વર્કર્સ કે જે લંડન, યૉર્કશાયર એસેક્સ અને વેસ્ટ મિડલડેંડના છે તેમણે ન્યૂઝ પેપર્સને આ વાતની જાણાકારી આપી છે કે સગીર યુવતીઓ કે જે આફ્રિકાના ઘણા દેશોથી અહીં રહેવા માટે આવી છે તેમના આ પીડાદાયક સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. યુએને આ પ્રથાને દુનિયામાં લિંગ આધારિત ગુનાની મોટી પાંચ શ્રેણીમાં રાખ્યુ છે. આ પીડાદાયક પ્રથા મુખ્ય રીતે છોકરીઓની મા કરે છે. આ પરંપરા હેઠળ મા છોકરીઓને છોકરાઓની નજર, યૌન શોષણ અને બળાત્કારથી બચાવવા માટે આવુ કરવામાં આવે છે.

થઈ શકે છે ઘણી સમસ્યા

થઈ શકે છે ઘણી સમસ્યા

આ પ્રથા વિશે મેડીકલ એક્સપર્ટ પીડિત છોકરીઓનું કહેવુ છે કે આ બાળ શોષણ છે. આનાથી શારીરિક અને માનસિક સ્થિતિ ખરાબ થાય છે. ઈન્ફેક્શનનું જોખમ રહે છે. છોકરીઓને ભવિષ્યમાં સ્તનપાનમાં મુશ્કેલી આવી શકે છે. એટલુ જ નહિ આના કારણે તેમને સ્તનનું કેન્સર પણ થઈ શકે છે. એક કમ્યુનિટી એક્ટિવિસ્ટે જણાવ્યુ કે તે દક્ષિણ લંડન અને ક્રૉયડનમાં આ પ્રકારના 15-20 કેસો જાણે છે કે જે હાલમાં જ બન્યા છે.

દાદી, મા, કાકી કરે છે

દાદી, મા, કાકી કરે છે

એક એક્ટિવિસ્ટે જણાવ્યુ કે આ મુખ્ય રીતે યુકેમાં કરવામાં આવી રહ્યુ છે. આ પ્રથા હેઠળ મા, કાકી કે દાદી ગરમ પત્થરથી છોકરીના આખા વક્ષઃસ્થળ પર માલિશ કરે છે જેનાથી સ્તન પેશીઓ તૂટી જાય અને છોકરીઓના વક્ષમાં ઉભાર ન દેખાય. ક્યારેક ક્યારેક તો આ સપ્તાહમાં એક વાર કરવામાં આવે છે. ક્યારેક ક્યારેક સપ્તાહમાં બે વાર કરવામાં આવે છે. એ વાત પર નિર્ભર કરે છે કે છોકરીના વક્ષ સ્થળ પર ઉભાર આવી રહ્યો છે કે નહિ.

બ્રિટિશ નાગરિક

બ્રિટિશ નાગરિક

મનોવૈજ્ઞાનિક લેયલા હુસેને જણાવ્યુ કે જે છોકરીઓ સાથે આ કરવામાં આવ્યુ છે કે પછી જેમણે કર્યુ તે બધા બ્રિટિશ નાગરિક છે. એક મહિલાના વક્ષસ્થળ સંપૂર્ણપણે સમતલ થઈ ગયા છે આ પરંપરાના કારણે. વૉલ્વેરહેંપટનના ચર્ચ મિનિસ્ટર મેરી ક્લેરે કહ્યુ કે તેમણે ચાર પીડિતાઓ સાથે આ બાબતે મુલાકાત કરી છે કે જે મુખ્ય રીતે પશ્ચિમ આફ્રિકાથી છે. તમે તેમના વક્ષ સ્થળ પર નિશાન જોઈ શકો છો. જો કે બ્રિટિશ સરકારનું કહેવુ છે કે તે આ પ્રથાને ખતમ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે પરંતુ એક્ટિવિસ્ટનું કહેવુ છે કે સરકાર આની સામે કંઈ નથી કરી રહી.

આ પણ વાંચોઃ વિદેશથી ભારતીયોના મૃતદેહ લાવવા હવે પીડાદાયક નહિ રહે, એર ઈન્ડિયા સાથે કરારઆ પણ વાંચોઃ વિદેશથી ભારતીયોના મૃતદેહ લાવવા હવે પીડાદાયક નહિ રહે, એર ઈન્ડિયા સાથે કરાર

English summary
Cruel practice to iron the women breast with hot stone to protect them from rape and assault.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X