For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

JNU પ્રોટેસ્ટમાં દીપિકા પહોંચતા પાકિસ્તાને કર્યું ટ્વીટ, ટ્રોલ થતા કર્યું ડિલેટ

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી દીપિકા પાદુકોણ તેની આગામી ફિલ્મ છાપક માટે સતત ચર્ચામાં રહે છે. તે સતત તેની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે, આ જોતા મંગળવારે મોડી રાત્રે દીપિકા સ્ટુડન્ટ્સના પ્રોટેસ્ટમાં ભાગ લેવ

|
Google Oneindia Gujarati News

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી દીપિકા પાદુકોણ તેની આગામી ફિલ્મ છાપક માટે સતત ચર્ચામાં રહે છે. તે સતત તેની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે, આ જોતા મંગળવારે મોડી રાત્રે દીપિકા સ્ટુડન્ટ્સના પ્રોટેસ્ટમાં ભાગ લેવા દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) પહોંચી હતી. જે.એન.યુ. કેમ્પસમાં રવિવારે દીપિકા હિંસા સામે વિદ્યાર્થીઓના વિરોધમાં સામેલ થયા બાદ તેને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી. જેએનયુની તેમની મુલાકાત વખતે, જ્યાં કેટલાક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી, ત્યાં #boycottchhapaak પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું હતું. જોકે, આ મામલે ઘણા લોકો દીપિકાના સમર્થનમાં પણ દેખાયા હતા. સોશિયલ મીડિયા પર દીપિકાના પગલાની ચર્ચા વચ્ચે તેની અસર પાકિસ્તાનમાં પણ જોવા મળી હતી. દીપિકા પાદુકોણના અચાનક જેએનયુ પહોંચ્યા અંગે ટ્વીટ કર્યા વિના પાકિસ્તાન આર્મીના પ્રવક્તા આસિફ ગફૂર રહી શક્યા નહીં.

જેએનયુમાં દીપિકા: પાકિસ્તાન આર્મીના પ્રવક્તાએ કર્યું ટ્વીટ

જેએનયુમાં દીપિકા: પાકિસ્તાન આર્મીના પ્રવક્તાએ કર્યું ટ્વીટ

મંગળવારે રાત્રે દીપિકા પાદુકોણ યુનિવર્સિટી કેમ્પસમાં પહોંચ્યા બાદ પાકિસ્તાની સેનાના પ્રવક્તા આસિફ ગફુરએ અભિનેત્રીના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું અને રવિવારે જેએનયુમાં થયેલી હિંસા બાદ શાંતિથી વિદ્યાર્થીઓના સમર્થનમાં પ્રોટેસ્ટનો ભાગ બની હતી. આસિફ ગફૂરે પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે, 'યુવા અને સત્ય માટે ઉભા રહેવા બદલ દીપિકા પાદુકોણ સારું કર્યું છે. મુશ્કેલ સમયમાં, તમે તમારી બહાદુરી સાબિત કરી અને આદર મેળવ્યો. માનવતા સર્વોચ્ચ છે. #DeepikaPadukon.'

કેમ આસિફ ગફૂરે તેમનું ટ્વીટ ડિલીટ કર્યું

કેમ આસિફ ગફૂરે તેમનું ટ્વીટ ડિલીટ કર્યું

પોતાના ટ્વીટમાં પાકિસ્તાન આર્મીના પ્રવક્તા આસિફ ગફૂરે પણ દીપિકાની જેએનયુ મુલાકાતની બે તસવીરો ટ્વીટ કરી હતી. જોકે, આસિફ ગફૂરને તેના ટ્વીટ માટે ટ્રોલ કરવામાં આવ્યા પછી તરત જ તેણે ટ્વીટ ડિલીટ કર્યું હતું. પાકિસ્તાની પત્રકાર નાયલા ઇનાયતે પોતાની ટ્વીટમાં આસિફ ગફૂરના અચાનક ટ્વીટને ડિલીટ કરવાનો ઉલ્લેખ કર્યો છે. તેણે આસિફ ગફૂરે કરેલા ટ્વીટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો અને દીપિકાના આ પગલાને ટેકો આપ્યો હતો.

ગફુરે ટ્વીટ કરતા પાકિસ્તાની પત્રકારે ઘેર્યા

પાકિસ્તાની પત્રકાર નાયલા ઇનાયતે તેના ટ્વિટમાં લખ્યું છે - 'સાબાસ, દીપિકા પાદુકોણ, મારે આ ટ્વીટ ડિલીટ કરીને સરન્ડર કરી દેવું જોઈએ'. તમને જણાવી દઈએ કે જ્યારે દીપિકા જેએનયુ પ્રોટેસ્ટમાં સામેલ થઈ ત્યારે સોશિયલ મીડિયાના એક ભાગે તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. આ સમયગાળા દરમિયાન, #boycottDeepikaPadukon અને #boycottchhapaak અચાનક ટ્વીટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ આ ટ્વીટ પણ દીપિકાના સમર્થનમાં બહાર આવ્યું છે.

English summary
Deepika reached JNU Protest, Pakistan Army spokesperson did this tweet, she had to delete it after being trolled
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X