For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મૉસ્કોમાં આજે આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ચીની ડિફેન્સ મિનિસ્ટરની મીટિંગ

રશિયાની રાજધાની મૉસ્કોમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પોતાના ચીની સમકક્ષ જનરલ વેઈ ફેંગે સાથે મુલાકત કરશે.

|
Google Oneindia Gujarati News

મૉસ્કોઃ લદ્દાખમાં લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલા ટકરાવ વચ્ચે આજે રશિયાની રાજધાની મૉસ્કોમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પોતાના ચીની સમકક્ષ જનરલ વેઈ ફેંગે સાથે મુલાકત કરશે. ચારથી છ સપ્ટેમ્બર સુધી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ મૉસ્કોમાં શંઘાઈ કોઑપરેશન ઑર્ગેનાઈઝેશન(એસસીઓ) સંમેલન માટે મૉસ્કોમાં છે. ઉલ્લેખનીય છે કે પહેલા રાજનાથ સિંહ અને ચીની સંરક્ષણ મંત્રીની અલગથી કોઈ પણ મુલાકાત થવાની નહોતી. પરંતુ ચીની સંરક્ષણ મંત્રાલય તરફથી આ મીટિંગની રિક્વેસ્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે સાંજે બંને નેતાઓની મુલાકાત નક્કી થઈ છે.

rajnath

ટકરાવ વચ્ચે પહેલી મોટી મીટિંગ

પાંચમી મેથી પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલ ટકરાવ વચ્ચે આ પહેલી મોટી મીટિંગ થશે. આ દરમિયાન 15 જૂને ગલવાન ઘાટી હિંસા અને 30 ઓગસ્ટના રોજ ચુશુલમાં ચીન તરફથી ઘૂસણખોરીની કોશિશો કરવામાં આવી. સૂત્રો તરફથી જણાવવામાં આવી રહ્યુ છે કે મીટિંગ દરમિયાન લદ્દાખમાં ચાલી રહેલ સ્થિતિ પર ચર્ચા થઈ શકે છે. આ ચર્ચામાં ટકરાવ પર કોઈ પરિણામ નીકળશે કે નહિ તેના પર હાલમાં કોઈ કંઈ કહેવાની સ્થિતમાં નથી. લદ્દાખમાં અત્યારે ભારત અને ચીને પોતાની સેનાઓને પૂરી તાકાત સાથે તૈનાત કરી છે. વિદેશ મંત્રાલયમાં પૂર્વ એશિયા વિભાગની જવાબદારી સંભાળી રહેલ જોઈન્ટ સેક્રેટરી નવીન શ્રીવાસ્તવ તરફથી જણાવવામાં આવ્યુ છે કે રાજનાથ અને જનરલ વેઈ વચ્ચે ચર્ચાનો એક વિષય લદ્દાખમાં ચાલી રહેલ ટકરાવ પણ હશે.

ચીનના શક્તિશાળી વ્યક્તિ જનરલ વેઈ

શ્રીવાસ્તવ પહેલેથી જ મીટિંગનો એજન્ડા નક્કી કરવા માટે પોતાના ચીની સમકક્ષ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. જ્યાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ મોદી સરકારમાં નંબર બેની હેસિયલ ધરાવે છે. જનરલ વેઈ, ચીનની મિસાઈલ ફોર્સના પૂર્વ કમાંડર રહી ચૂક્યા છે. વર્તમાન સમયમાં તે સ્ટેટ કાઉન્સિલર છે અને ચીનના સૌથી શક્તિશાળી સેન્ટ્રલ મિલિટ્રી કમિશન(સીએમસી)ના સભ્ય છે. તેમની મુલાકાત બાદ 10 સપ્ટેમ્બરે વિદેશ મંત્રી એસ જયશંકર પોતાના ચીની સમકક્ષ વાંઈ વાઈ સાથે મૉસ્કોમાં જ મુલાકાત કરવાના છે. જયશંકર પણ એસસીઓ સંમેલન માટે મૉસ્કો રવાના થવાના છે.

એકલા ડ્રાઈવ કરતી વખતે પણ શું માસ્ક પહેરવુ જરૂરી છે?એકલા ડ્રાઈવ કરતી વખતે પણ શું માસ્ક પહેરવુ જરૂરી છે?

English summary
Defence Minister Rajnath Singh to meet his Chinese counterpart, General Wei Fenghe in Moscow today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X