ડેમોક્રેટ્સને ભરોસો હિલેરી ક્લિંટન જ હશે આગામી રાષ્ટ્રપતિ

Subscribe to Oneindia News

અમેરિકામાં રાષ્ટ્રપતિ માટે મતદાન શરુ થઇ ચૂક્યુ છે. એ વાતમાં કોઇ શક નથી કે આ વખતે અમેરિકી ચૂંટણી પહેલાની બધી ચૂંટણીઓ કરતા વધુ વિવાદિત અને લાઇમલાઇટમાં રહી છે. કારણ છે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર એટલે કે ડેમોક્રેટ પાર્ટીની હિલેરી ક્લિંટન અને રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ.

hillary

ઓબામા સૌથી સફળ

ડેમોક્રેટ પાર્ટીના સમર્થનવાળી વેબસાઇટ ઓક્યુપાઇડેમોક્રેટને એ વાતનો પૂરો ભરોસો છે કે ક્લિંટન જ આગામી રાષ્ટ્રપતિ હશે. એટલુ જ નહિ પાર્ટીએ પોતાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ઇતિહાસમાં રોનાલ્ડ રીગનથી પણ વધુ લોકપ્રિય ગણાવ્યા છે. વેબસાઇટે લખ્યુ છે કે કેટલાય મહિનાથી ચાલી રહેલ નક્સલવાદી કેમ્પેઇનનો હવે અંત આવવાનો છે. આ આખા કેમ્પેઇનમાં રાષ્ટ્રપતિ ઓબામા કોઇ તોફાનમાંથી બહાર નીકળતા હોય તેવુ લાગે છે અને હવે તે અમેરિકી ઇતિહાસના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે.

બિલ ક્લિંટનનો પણ ઉલ્લેખ


વેબસાઇટની માનીએ તો પોતાના બીજા કાર્યકાળ સમયે રીગન જેટલા લોકપ્રિય નહોતા, ઓબામા તેમનાથી ઘણા વધુ લોકપ્રિય છે. જો કે વેબસાઇટે પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટનને ઓબામાની તુલનામાં થોડા વધુ લોકપ્રિય ગણાવ્યા છે.

English summary
Democrats feel Hillary Clinton surely going to win and claim President Barack Obama is popular than Ronald Reagan.
Please Wait while comments are loading...