For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ અમેરિકી ડૉક્ટરનો કોરોના વાયરસની દવા તૈયાર કરી લીધી હોવાનો દાવો

નેટફ્લિક્સ ડૉક્યુમેન્ટ્રી ‘પેંડેમિક'થી ચર્ચામાં આવેલા એક વૈજ્ઞાનિકે કોરોનાના ઈલાજ વિશે એક મોટો દાવો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

દુનિયાભરમાં ફેલાઈ ચૂકેલ કોરોના વાયરસે અત્યાર સુધીમાં 47000થી વધુ લોકોના જીવ લઈ લીધા છે અને આનાથી 9 લાખથી વધુ લોકો સંક્રમિત છે. અમેરિકા, બ્રિટન, ઈટલી, સ્પેન, બેલ્જિયમ, ઈઝરાયેલ, ચીન, ભારત, ઈરાન સહિત 180થી વધુ દેશ આ વાયરસનો કહેર સહન કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોની કોશિશ ચાલુ છે પરંતુ હજુ સુધી કોરોના વાયરસનો ઈલાજ મળી શક્યો નથી. આ દરમિયાન નેટફ્લિક્સ ડૉક્યુમેન્ટ્રી 'પેંડેમિક'થી ચર્ચામાં આવેલા એક વૈજ્ઞાનિકે કોરોનાના ઈલાજ વિશે એક મોટો દાવો કર્યો છે.

તૈયાર કરી લીધી કોરોના વાયરસની દવા, ડૉ.જેકબ ગ્લાનવિલેનો દાવો

તૈયાર કરી લીધી કોરોના વાયરસની દવા, ડૉ.જેકબ ગ્લાનવિલેનો દાવો

ડેલી મેલના સમાચાર મુજબ કેલિફોર્નિયામાં રહેતા ફિઝિશિયન અને ડિસ્ટ્રીબ્યુટેડ બાયોના સીઈઓ ડૉ. જેકબ ગ્લાનવિલેએ મોટો દાવો કર્યો છે અને કહ્યુ છે કે તેમની પાસે એક પ્રભાવશાળી એન્ટીબૉડીઝ છે જે કોરોના વાયરસ સામે કામ કરી શકે છે. આ વૈજ્ઞાનિકનુ કહેવુ છે કે SARS પેદા કરતા વાયરસ સામે ઉપયોગમાં લેવાયેલ ઘણી એન્ટીબૉડીઝથી તેમને આ સફળતા મળી છે.

SARS સામે ઉપયોગ કરાયેલ એન્ટીબૉડીઝનો કર્યો ઉપયોગ

ડૉ. જેકબે રેડિયો ન્યૂઝીલેન્ડ સાથે વાત કરીને કહ્યુ કે તેમની ટીમે SARS સામે 2002માં ઉપયોગમાં લેવાયેલ 5 એન્ટીબૉડીઝનો ઉપયોગ કર્યો છે અને આના દ્વારા કોરાનો ઈલાજ શોધવાની કોશિશ કરી છે. તેમણે કહ્યુ કે તે એન્ટીબૉડીઝના લાખો વર્ઝન તૈયાર કરી ચૂક્યા છે. તેમણે દાવો કર્યો કે આનો ઉફયોગ કોરોના વાયરસ સામે કરી શકાય છે. તેમણે કહ્યુ કે ટેસ્ટ સફળ થયા બાદ મંજૂરી માટે આને સરકાર પાસે મોકલી શકે છે.

Netflix સીરિઝ ‘પેંડેમિક'થી ચર્ચામાં આવ્યા હતા ડૉક્ટર જેકબ

Netflix સીરિઝ ‘પેંડેમિક'થી ચર્ચામાં આવ્યા હતા ડૉક્ટર જેકબ

આ વિશે જણાવતા ડૉ.જેકબે કહ્યુ કે એન્ટીબૉડી તૈયાર કરવામાં વધુ સમય લાગી શકે છે એટલા માટે પહેલેથી હાજ એન્ટીબૉડીને ઉપયોગમાં લેવામાં આવ્યા. તેમનુ કહેવુ છે કે એન્ટીબૉડીઝ એસ-પ્રોટીન્સને વાઈન્ડ કરે છે જેના દ્વારા કોરોના કોઈના શરીરમાં દાખલ થાય છે. આ વૈજ્ઞાનિકનુ કહેવુ છે કે ટેસ્ટ સફળ થવા પર શૉર્ટ ટર્મ માટે આનો ઉપયોગ કોરોના સામે કરી શકાય છે. કોરોના વાયરસની હજુ સુધી કોઈ વેક્સીન બની શકી નથી. દુનિયાભરના તમામ વૈજ્ઞાનિક આનો ઈલાજ શોધવામાં લાગેલા છે. આ વાયરસથી દુનિયાભરના 9 લાખથી વધુ લોકો સંક્રમિત છે.

આ પણ વાંચોઃ રાહતના સમાચારઃ અહીં કોરોના વાયરસના 10 દર્દીમાંથી 9 સાજા થયા, કોઈ નવો કેસ નહિઆ પણ વાંચોઃ રાહતના સમાચારઃ અહીં કોરોના વાયરસના 10 દર્દીમાંથી 9 સાજા થયા, કોઈ નવો કેસ નહિ

English summary
Doctor featured in Netflix's Pandemic Jacob Glanville believes he has found a 'cure' for coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X