
એક સ્ત્રી જેને ખૂન કરવામાં મજા આવે છે, રુંવાટા ઉભા કરી દે તેવી કહાની
શું કોઈ સ્ત્રી આટલી ક્રૂર હોઈ શકે છે કે તે કોઈ માણસનું ગળું બકરીની જેમ કાપી નાખે? શું કોઈ સ્ત્રીને હત્યા કરવામાં આનંદ પણ આવી શકે છે? સામાન્ય રીતે, આવું કોઈ વિચારી શકતું પણ નથી, પરંતુ માનવ મનની વિકૃતિઓની કોઈ મર્યાદા નથી. તે કંઈપણ કરી શકે છે, જેની દૂર દૂર સુધી આપણે કોઈ કલ્પના પણ ન કરી હોય. આ દુનિયામાં એક એવી પણ સ્ત્રી પણ છે જેને મર્ડર કરવામાં આનંદ આવે છે. લગભગ પંદર દિવસ પહેલા તેણે એક માણસનું ગળું એક ઝાટકામાં કાપી નાખ્યું હતું. ત્યારબાદ આરામથી મૃતદેહને નદીમાં ફેંકી દીધો. આ પથ્થરદિલ સ્ત્રીએ તેના પિતરાઇ ભાઇ સહિત લગભગ બાર લોકોની હત્યા કરી છે. જ્યારે તેણીએ આ વાત એક ટેલિવિઝન શોમાં કહી હતી, ત્યારે પ્રેક્ષકોના રુંવાટા ઉભા થઇ ગયા હતા.

આ સ્ત્રી છે કે કસાઈ
તેણે પોતાનું નામ ડેવિલ એટલે કે શેતાન જણાવ્યું છે. એક સવાલના જવાબમાં તે કહે છે કે, આઠ દિવસ પહેલા મેં એક યુવાનનું ગળું કાપી નાખ્યું હતું. ત્યારબાદ તેનો મૃતદેહ બેગમાં ભરીને નદીમાં ફેંકી દીધો હતો. આ યુવકે મારી વાત સાંભળી નહીં. મેં તેને એક માણસને મારવા કહ્યું, પરંતુ તેણે ના પાડી. એ જ રીતે મેં મારા પિતરાઇ ભાઇની પણ હત્યા કરી હતી. જો મેં તેને માર્યો ન હોત, તો ડ્રગ સિન્ટીકેટના બોસ મને મારી નાખતો. તેણે લગભગ 12 લોકોની હત્યા કરી છે. તેણે કહ્યું કે, હું 15 વર્ષની ઉંમરેથી આ વ્યવસાયમાં છું. ડ્રગના કારણે મેડલિનની એક પ્રથા છે મારો યા મરો. આ પરિસ્થિતિને કારણે, હું અપરાધની દુનિયામાં પ્રવેશી. હવે જીવ લેવામાં મને આનંદ આવવા લાગ્યો છે.

કોલમ્બિયા ડ્રગ તસ્કરોનો અડ્ડો
કોલમ્બિયા એ દક્ષિણ અમેરિકા ખંડમાં સ્થિત કોકેઇનના સૌથી મોટા ઉત્પાદકોમાંનું એક છે. દેશ ડ્રગના વેપાર અને વેશ્યાગીરી માટે વિશ્વભરમાં બદનામ છે. મડેલીન શહેર એ કોકેઇન વ્યવસાય માટે સૌથી મોટો અડ્ડો છે. તે જ શહેરની એક સ્ત્રીને ટેલિવિઝન પર રુંવાટા ઉભા કરી દે તેવી વાત કહેતા બતાવવામાં આવી છે. વિશ્વનો સૌથી મોટો ડ્રગ માફિયા પાબ્લો એસ્કોબાર અહીં રહેતો હતો. જેણે અહીં ડ્રગ અને સેક્સ રેકેટને ઉભું કર્યું હતું. પાબ્લોના ભાઈ રોબર્ટો એસ્કોબારે ધ એકાઉન્ટ્સ સ્ટોરી નામનું એક પુસ્તક લખ્યું છે. આ પુસ્તક મુજબ, પાબ્લો એક દીવસમાં ક્યારેક ક્યારેક 15 ટન કોકેનની વિશ્વભરમાં તસ્કરી કરતો હતો. 1989 માં, ફોર્બ્સ મેગેઝિને તેને વિશ્વના સાતમા સૌથી અમીર તરીકે નામ આપ્યું હતું.

પાબ્લોએ કોલમ્બિયાને ગુનેગાર બનાવ્યું
પાબ્લો એસ્કોબારની પાસે કોકેનની તસ્કરીથી આશરે 30 બિલિયન ડોલર (આશરે 16 અબજ રૂપિયા) ની સંપત્તિ એકત્રીત થઈ હતી. એમ કહેવામાં આવે છે કે તેના ગોડાઉનમાં, નોટો (કોલમ્બિયન પેસો) કોથળામાં ભરીને એ રીતે મુકતા હતા કે જાણે ઘઉં-ચોખાના કોથળા મૂક્યા હોય. નોટોના અંબરને ઉંદરો કાગળ સમજીને કાતરી નાખતા હતા. સફાઈ થતી હતી ત્યાં સુધીમાં, ઉંદરો નોટોનો 10 ટકા ભાગ બગાડી નાખતા હતા. એક વખત તેણે શિયાળામાં ગરમી માટે બે મિલિયન ડોલરની કોલમ્બિયન ચલણ બાળી દીધી હતી. તેમણે ઘણી બધી સંપત્તિ ભેગી કર્યા પછી 1986 માં રાજકારણમાં આવવાનો પ્રયાસ કર્યો. તેણે કોલમ્બિયાની સરકાર સમક્ષ એક શરત મૂકી હતી કે જો તેમને રાજકારણમાં આવવા દેવામાં આવે તો તેઓ દેશનું 10 મિલિયન ડોલરનું વિદેશી દેવું ચુકવશે. પરંતુ સરકારે નામચીન તસ્કરની દરખાસ્તને ફગાવી દીધી હતી. પાબ્લોએ તેના ડ્રગના વેપાર માટે આખા કોલમ્બિયાને ગુનેગાર બનાવ્યો હતો. ઓચાઓ બ્રધર્સ પણ કોલમ્બિયાના નામચીન ડ્રગ તસ્કરો હતા.

ડ્રગ, સેક્સ અને અપરાધ
મેડલિન શહેરમાં ડ્રગ તસ્કરોની અનેક ગેંગ છે. બ્રિટનની ચેનલ ફાઇવ પર દર્શાવવામાં આવેલી મહિલા પણ આવી જ એક ગેંગની સભ્ય છે. આ ગેંગ ગરીબ પરિવારોની સગીર છોકરીઓને લલચાવીને ભરતી કરે છે. તેમની વર્જિનિટીની બોલી લગાવવામાં આવે છે. ત્યારબાદ તેમને શરીરના વેપારમાં ધકેલી દેવામાં આવે છે. તેમના દ્વારા જ ડ્રગ માફિયાઓ તેમના ધંધાનો ફેલાવો કરવામાં આવે છે. ગેંગ ધંધા માટે એક બીજાની વચ્ચે લડતા રહે છે. તેમની પાસે એક જ સિદ્ધાંત છે - જીવ આપો અથવા જીવ લો. તેમની વાતના ઇનકારનો અર્થ મૃત્યુ છે. પાબ્લો એસ્કોબારના સમયમાં કોલમ્બિયામાં લગભગ ચાર હજાર લોકોની હત્યા થઇ હતી. તેથી મેડલિન એ વિશ્વના સૌથી ખતરનાક શહેરોમાંનું એક છે. અહીં મહિલાઓની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ગુનાની જાળમાં ફસાઈને તે પણ ભોગ બની છે. નહિંતર, કોઈ સ્ત્રીને હત્યા કરવામાં આનંદ મળી શકે?
આ પણ વાંચો: ખતરનાક સિરિયલ કિલર, બળાત્કાર પછી હત્યા, 93 મહિલાઓને શિકાર બનાવી