અમેરિકામાં ટ્રમ્પે લગાવી ઈમરજન્સી, જાણો આખી વાત
અમેરિકા વધુ એક શટડાઉન તરફ આગળ ન વધે તે માટે કોંગ્રેસના બંને સદનમાં થયેલી ટ્રમ્પની માગ મામલે મેક્સિકો સરહદ પર દિવાલ ઉભી કરવા માટે ગુરુવારે ફન્ડિંગ બિલ પસાર થયું
અમેરિકા વધુ એક શટડાઉન તરફ આગળ ન વધે તે માટે કોંગ્રેસના બંને સદનમાં થયેલી ટ્રમ્પની માગ મામલે મેક્સિકો સરહદ પર દિવાલ ઉભી કરવા માટે ગુરુવારે ફન્ડિંગ બિલ પસાર થયું, પરંતુ તેના કેટલાક કલાકો બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કટોકટી જાહેર કરી દીધી. ટ્રમ્પે કટોકટીની જાહેરાત કરતા કહ્યું,' ગેન્ગ બનાવીને સરહદ ક્રોસ કરી રહેલા રાક્ષસો, તસ્કરો, ઘૂષણખોરો અને ગુનાખોરી રોકવા માટે આ સારુ પગલું છે.' ડોનાલ્ડ ટ્રમ્પ પાછલા ઘણા મહિનાથી મેક્સિકો સરહદ પર દીવાલ બનાવવા માગ કરી રહ્યા છે, જેથી અમેરિકામાં ગેરકાયદે આવતા ઘૂષણખોરોને અટકાવી શકાય. ટ્રમ્પને આ માટે 5.7 બિલિયન ડૉલરની જરરૂ છે, પરંતુ ગુરુવારે જે બિલ પસાર થયું તેમાં ફક્ત 1.4 બિલિયન ડૉલરની જ મદદ મળી હતી. એટલે આખરે ટ્રમ્પે પોતાના દેશમાં કટોકટી લાદીને દીવાલ બનાવવાનું નક્કી કરી લીધું છે.
આ પણ વાંચો: અમેરિકામાં ગ્રીન કાર્ડ માટેનું બિલ સંસદમાં પસાર, ભારતીયોને થશે સૌથી વધુ ફાયદો

કેમ ટ્રમ્પ ઈચ્છે છે દિવાલ?
ટ્રમ્પ ઈચ્છે છે કે મેક્સિકોની દક્ષિણ સરહદ પર દિવાલ બનાવવામાં આવે, જેથી ગેરકાયદે આવતા ઘૂષણખોરોને અમેરિકામાં ઘૂસતા રોકવામાં આવે. ટ્રમ્પે પોતાની ચૂંટણી રેલીમાં જ અમેરિકાન નાગરિકોને આ દિવાલ બનાવવાનો વાયદો કર્યો હતો. આગામી વર્ષે જ્યારે અમેરિકામાં ચૂંટણી થઈ રહી છે, ત્યારે ટ્રમ્પ સતત દિવાલને લઈ દબાણ અનુભવી રહ્યા છે. ટ્રમ્પની માગ પ્રમાણે મેક્સિકો સરહદ પર અમેરિકાએ 350 કિલોમીટર લાંબી દિવાલ બનાવવી પડશે, જે માટે 5.7 બિલિયન ડૉલરનો ખર્ચ થશે. અમેરિકામાં મોટા ભાગના ગેરકાયદે ઘૂષણખોરો મેક્સિકો સરહદ પરથી જ આવે છે.

કટોકટી બાદ હવે શું?
કટોકટીનો ઉપયોગ કરીને ટ્રમ્પ મેક્સિકો સરહદ પર દિવાલ બનાવવાનું કામ પુરુ કરશે. પોતાની તમામ સત્તાનો ઉપયોગ કરીને ટ્ર્મ્પ ફેડરલ બજેટમાંથી ફંડિગ મેળવીને દીવાલ બનાવવાનું શરૂ કરાવશે. આ દરમિયાન ટ્રમ્પ પર બીજા કોઈનું દબાણ નહીં હોય. વ્હાઈટ હાઉસ ચીફ સ્ટાફ મિક મુલવૈને કહ્યું કે દિવાલ બનાવવા માટે વ્હાઈટ હાઉસ લગભગ 8 મિલિયન ડોલરનું ફંડ ભેગું કરશે. જો કે, આ એટલું સહેલું નથી. કારણ કે જો ટ્રમ્પ દિવાલ બનાવવા માટે આર્મીના બજેટમાં કાપ મૂકશે, તો તેમને જબરજસ્ત વિરોધનો સામનો કરવો પડી શકે છે. તો ટ્રમ્પની નીતિના ટીકાકાર અને હાઉસ ઓફ રિપ્રેઝ્ન્ટેટિવમાં સ્પીકર નેન્સી પેલોસીએ કહ્યું કે અમેરિકન બંધારણના ટુકડા નહીં થવા દઈએ.

અમેરિકામાં શું છે કટોકટીનો ઈતિહાસ?
કોરિયા યુદ્ધ (1950-1953) દરમિયાન અમેરિકામાં પહેલીવાર કટોકટી લદાઈ હતી. કોરિયા યુદ્ધમાં ચીનની દખલ બાદ દુનિયાના સૌથી જૂના લોકશાહી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ હેરી એસ ટ્રુમેને કટોકટી લાદી હતી. બાદમાં અમેરિકન કોંગ્રેસે 1976માં રાષ્ટ્રીય કટોકટી અંગે નેશનલ ઈમરજન્સી એક્ટ 1976 બનાવ્યો હતો. જે મુજબ કોઈ પણ રાષ્ટ્રપતિ જ્યારે ઈચ્છે ત્યારે પોતાની મરજી મુજબ દેશમાં કટોકટી લાદી શકે છે. આ કાયદા પ્રમાણે એક વર્ષ બાદ કટોકટી જાતે જ સમાપ્ત થઈ જાય છે. 1976ના કાયદા બાદ પહેલીવાર દેશમાં ઈરાન સંકટ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જિમી કાર્ટરે દેશમાં 1979માં કટોકટી લગાવી હતી.
1979 બાદ એટલે કે અત્યાર સુધીના 4 દાયકામાં અમેરિકામાં 50થી વધુ વખત કટોકટી લદાઈ ચૂકી છે. અમેરિકામાં કટોકટી લદાવાના સંખ્યાબંધ કારણો છે, જેમાં યમન, સિરીયા, નોર્થ કોરિયા, ઈરાન સાથે ડીલને લઈ આતંકી સંગઠનો વિરુદ્ધ પ્રતિબંધ અને 9/11ના હુમલા સામેલ છે. અમેરિકામાં કટોકટી અંગે છેલ્લા 2 દાયકાની વાત કરીઓ તો બુશ 13 વાર અને ઓબામા 12 વાર કટોકટી લાદી ચૂક્યા છે. તો ટ્રમ્પ હજી સુધી ત્રણ વખત આ કામ કરી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
