For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં ગ્રીન કાર્ડ માટેનું બિલ સંસદમાં પસાર, ભારતીયોને થશે સૌથી વધુ ફાયદો

અમેરિકામાં પ્રતિનિધિ સભા અને સેનેટના શક્તિશાળી સાંસદો તરફથઈ ગ્રીન કાર્ડના કાયદા અંગેના કાયદા સાથે જોડાયેલા બે મહત્વના બિલ રજૂ કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકામાં પ્રતિનિધિ સભા અને સેનેટના શક્તિશાળી સાંસદો તરફથઈ ગ્રીન કાર્ડના કાયદા અંગેના કાયદા સાથે જોડાયેલા બે મહત્વના બિલ રજૂ કરવામાં આવ્યા છે. આ બંને બિલોમાં દરેક દેશના હિસાબે નાગરિકતા માટે મળતા ગ્રીન કાર્ડની મહત્તમ સીમાને ખતમ કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. પ્રસ્તાવિત કાયદો પાસ થયા બાદથી અમેરિકામાં રહેતા હજારો ભારતીયોને સ્થાયી નાગરિકતા મળી શકશે. આ બિલો પાસ થયા બાદ ગૂગલ અને બીજી કંપનીઓમાં કામ કરી રહેલ પ્રોફેશનલ્સને મોટા સ્તરે ફાયદો થશે. બિલને યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સ તરફથી સમર્થન મળેલુ છે. અમેરિકામાં હાલમાં 1,40,000 લોકોને દર વર્ષે ગ્રીન કાર્ડ આપવામાં આવે છે.

US

આઈટી ક્ષેત્રને સૌથી વધુ લાભ

રિપબ્લિકન પાર્ટીના સાંસદ માઈક લી અને ડેમોક્રેટિક સાંસદ કમલા હેરિસ તરફથી બુધવારે ફેરનેસ ફોર હાઈ સ્કિલ્ડ ઈમિગ્રન્ટ્સ એક્ટ રજૂ કરવામાં આવ્યુ છે. જો આ બિલોને અમેરિકી કોંગ્રેસ તરફથી પાસ કરવામાં આવશે તો પછી તે કાયદો બની જશે. કાયદો બન્યા બાદ એચ-1 બી વિઝા પર અમેરિકા ગયેલા એવા તમામ ભારતીય પ્રોફેશનલ્સને સ્થાયી નાગરિકતા મળી જશે જે છેલ્લા 10 વર્ષોથી આની રાહ જોઈ રહ્યા છે. એચ-1બી વિઝા ભારતીય આઈટી પ્રોફેશનલ્માં ઘણા લોકપ્રિય છે. આ એક બિન અપ્રવાસીય વિઝા છે જે અમેરિકી કંપનીઓને વિદેશ કામદારોને ભરતી કરવાની મંજૂરી આપે છે ખાસ કરીને આઈટી ક્ષેત્રમાં.

શું છે ગ્રીન કાર્ડ

ગ્રીન કાર્ડને અમેરિકાના અધિકૃત પરમેનેન્ટ રેસીડન્ટ કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ કાર્ડ કોઈ વ્યક્તિને અમેરિકામાં સ્થાયી રીતે રહેવા અને અહીં કામ કરવાની મંજૂરી આપે છે. અમેરિકામાં હાલમાં દર વર્ષે 140,000 ગ્રીન કાર્ડ આપવામાં આવે છે જે પ્રોફેશનલ્સ માટે હોય છે જેમાં પહેલી વાર અસ્થાયી એચ-1 બી વિઝા કે એલ વિઝા પર અમેરિકા આવતા પ્રોફેશનલ્સ પણ શામેલ છે. જો કે વર્તમાન નિયમો અનુસાર આમાંથી કોઈ પણ એક દેશના લોકોને સાત ટકાથી વધુ ગ્રીન કાર્ડ નથી આપી શકાતા.આ નિયમના કારણે ચીન અને ભારત જેવા વધુ વસ્તીવાળા દેશોના લોકોને દશકો સુધી રાહ જોવી પડે છે. હેરિસે બિલ રજૂ કરતા કહ્યુ, 'આપણે શરણાર્થીઓને દેશ છે અને આપીઁ તાકાત હંમેશા વિવિધતા અને એકતામાં સમાયેલી રહી છે.' વળી, લીએ કહ્યુ, 'અપ્રવાસી લોકોને તેમના દેશના આધારે સજા ન આપવી જોઈએ.'

આ પણ વાંચોઃ રાજસ્થાનમાં ગુર્જરોનું અનામત આંદોલન ફરીથી શરૂ, ઘણી ટ્રેનોના રૂટ બદલાયા, 4 ટ્રેનો રદઆ પણ વાંચોઃ રાજસ્થાનમાં ગુર્જરોનું અનામત આંદોલન ફરીથી શરૂ, ઘણી ટ્રેનોના રૂટ બદલાયા, 4 ટ્રેનો રદ

English summary
Proposed US law of ending Green Card country-cap to benefit Indians on H-1B.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X