ડોનાલ્ટ ટ્રમ્પને લાગ્યો મોટો ઝટકો, કોર્ટે રાષ્ટ્રપતિ પદ માટે ઘોષિત કર્યા 'અયોગ્ય'
US Presidential Election 2024: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની રેસમાં સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવતા ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે.
કોલોરાડોની સુપ્રીમ કોર્ટે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકી બંધારણ હેઠળ વ્હાઇટ હાઉસ માટે અયોગ્ય જાહેર કર્યા છે. કોર્ટે ટ્રમ્પ વિરુદ્ધ આ નિર્ણય યુએસ બંધારણના નિયમો હેઠળ લીધો છે.

આવી સ્થિતિમાં ટ્રમ્પ હવે 2024ની ચૂંટણી લડી શકશે નહીં. તમને જણાવી દઈએ કે આવતા વર્ષે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ટ્રમ્પ હવે ચૂંટણી લડી શકશે નહીં. એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ કોલોરાડો સુપ્રીમ કોર્ટે ટ્રમ્પને બંધારણના વિદ્રોહ ખંડ હેઠળ રાજ્યમાં મતદાન કરવા પર પ્રતિબંધ મૂકી દીધો.
કોલોરાડો કોર્ટે કેપિટલ હિંસા કેસમાં ટ્રમ્પને યુએસ બંધારણ હેઠળ રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય જાહેર કર્યા છે. કોલોરાડો સુપ્રીમ કોર્ટે કહ્યું કે 6 જાન્યુઆરી, 2021ના રોજ તેમના સમર્થકો દ્વારા યુએસ કેપિટલ પર થયેલા હુમલા માટે ટ્રમ્પ જવાબદાર છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકાના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને અયોગ્ય ઠેરવવા માટે 14માં સુધારાની કલમ 3નો ઉપયોગ કરવામાં આવ્યો હોય. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે કોર્ટનો બહુમત માને છે કે ટ્રમ્પ 14માં સુધારાની કલમ 3 હેઠળ રાષ્ટ્રપતિ પદ સંભાળવા માટે અયોગ્ય છે. જો કે, સુપ્રીમ કોર્ટે તેના નિર્ણયને 4 જાન્યુઆરી સુધી અમલી બનવાથી મુલતવી રાખ્યો હતો.
આવી સ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પ કોર્ટના આ નિર્ણય સામે વધુ અપીલ કરી શકે છે. આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદનને લઈને અમેરિકામાં હોબાળો થયો હતો, જેમાં તેમણે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને નિશાન બનાવતા કહ્યું હતું કે તેઓ અમેરિકાના લોહીમાં ઝેર ભેળવી રહ્યા છે. શનિવારે (17 ડિસેમ્બર) ન્યૂ હેમ્પશાયરમાં એક રેલીમાં ટ્રમ્પે કહ્યું હતું કે દસ્તાવેજ વિનાના ઇમિગ્રન્ટ્સ અમેરિકાના લોહીમાં ઝેર ભેળવવાનુ કામ કરી રહ્યા છે.
Colorado Supreme Court bans Trump from the state’s ballot under Constitution’s insurrection clause, reports The Associated Press
— ANI (@ANI) December 20, 2023












Click it and Unblock the Notifications
