For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો બિડેન પર ટ્રમ્પનો હુમલોઃ આ એક ચોર છે, આ બસ એક ચોરીની ચૂંટણી હતી

અમેરિકામાં થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાની હારને ડોનાલ્ડ ટ્રમ્પ સ્વીકારવા તૈયાર નથી.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકામાં થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાની હારને ડોનાલ્ડ ટ્રમ્પ સ્વીકારવા તૈયાર નથી. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને ફરીથી એક વાર જો બિડેન અને કમલા હેરિસ પર નિશાન સાધ્યુ છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે આ લોકો ચોર છે અને આ ચૂંટણી ચોરીની ચૂંટણી હતી. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે થયેલ ખૂબ જ કડક મુકાબલમાં ડેમોક્રેટિક નેતા જો બિડેને ઐતિહાસિક જીત મેળવી છે. કમલા હેરિસને ઉપ રાષ્ટ્રપતિ ચૂંટવામાં આવ્યા છે.

trump

ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પરિણામ આવ્યા બા પણ પોતાની હાર સ્વીકારી નથી. ડોનાલ્ડ ટ્રમ્પનો આરોપ છે કે આ ચૂંટણીમાં છેતરપિંડી કરવામાં આવી છે. આ ક્રમમાં ટ્રમ્પે પોતાના લેટેસ્ટ ટ્વિટમાં લખ્યુ, 'અમારુ માનવુ છે કે આ લોકો ચોર છે. શહેરના મોટા તંત્ર દ્વારા કમલા હેરિસને ઉપ રાષ્ટ્રપતિ ચૂંટવામાં આવ્યા છે. આ એક ચોરીની ચૂંટણી હતી. બ્રિટનમાં ઓપિનિયન પોલનો અંદાજ લગાવનારે રવિવારે જે લખ્યુ તેનાથી સ્પષ્ટ જોઈ શકાય છે કે આ ચૂંટણી ખોટી રીતે જીતવામાં આવી છે. આ તો બિલકુલ ના વિચારી શકાય કે આ રાજ્યોના અમુક ભાગોમાં બિડેન, ઓબામાની જીતના આંકડા પણ પાર કરી જાય. જો કે આ વાતનો શું ફરક પડે છે, તેમણે ચૂંટણીમાં જે ચોરી કરવાની હતી, તેમણે કરી લીધી છે.'

આ પહેલા ટ્રમ્પે ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે તેમણે આ ચૂંટણીમાં સાત કરોડથી વધુ માન્ય વોટ મળ્યા છે માટે આ ચૂંટણી તેમણે જીતી લીધી છે. ટ્રમ્પે લખ્યુ હતુ, '7 કરોડ10 લાખ માન્ય વોટ. અમેરિકી ઈતિહાસમાં વર્તમાન રાષ્ટ્રપતિને મળનાર આ સૌથી વધુ વોટ છે.'

જીત બાદ ટ્રમ્પ પર શું બોલ્યા બિડેન

જો બિડેને જીત બાદ દેશને સંબોધિત કરીને ડોનાલ્ડ ટ્રમ્પનો પણ ઉલ્લેખ કર્યો હતો. ડેમોક્રેટિક નેતા બિડેને ટ્રમ્પના મતદારોનુ પણ દિલ જીતવાની કોશિશ કરીને કહ્યુ હતુ, હું તેમના માટે (ટ્રમ્પ) મતદાન કરનાર લોકો માટે પણ રાષ્ટ્રપતિ તરીકે કામ કરીશુ. હું આજે તમને થયેલી નિરાશા સમજી શકુ છે. મારે પણ બે વાર સહન કરવી પડી છે પરંતુ હવે આવો એકબીજાને મોકો આપીએ. આ અમેરિકાના ઘાવને ભરવાનો સમય છે. તમને જણાવી દઈએ કે દુનિયાભરના નેતાઓએ ડેમોક્રેટિક નેતા જો બિડેનને અમેરિકાના રાષ્ટ્રપતિને ચૂંટાવા અને કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ બન્યા બાદ તેમને અભિનંદન પાઠવ્યા અને આ જીતને વૈશ્વિક લોકતંત્રને મજબૂત કરવાનો અવસર ગણાવ્યો છે.

US Election 2020: બિડેન બોલ્યા- હું અમેરિકાનો એવો પ્રેસિડેન્ટ બનીશ જે લોકોને જોડે, તોડે નહિUS Election 2020: બિડેન બોલ્યા- હું અમેરિકાનો એવો પ્રેસિડેન્ટ બનીશ જે લોકોને જોડે, તોડે નહિ

English summary
Donald trump hits on joe biden: These people are thieve, This was a stolen election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X