• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોનાલ્ડ ટ્રમ્પ મહાઅભિયોગ : એ ત્રણ મોટી દલીલો જે પૂર્વ રાષ્ટ્રપતિના બચાવમાં થઈ

ડોનાલ્ડ ટ્રમ્પ મહાઅભિયોગ : એ ત્રણ મોટી દલીલો જે પૂર્વ રાષ્ટ્રપતિના બચાવમાં થઈ
By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
Click here to see the BBC interactive

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર મહાઅભિયોગનો કેસ ચાલી રહ્યો છે અને મામલાના ચોથા દિવસે બચાવ પક્ષને પોતાની વાત રાખવાની તક આપવામાં આવી.

આ પહેલાં પાછલા અઠવાડિયે ટ્રમ્પની કાયદાકીય ટીમે ભારપૂર્વક કહ્યું હતું કે તેમની વિરુદ્ધ ચાલી રહેલા મહાઅભિયોગનો સમગ્ર મામલો જ ગેરબંધારણીય છે. ટીમે કહ્યું હતું કે આ મામલો ટ્રમ્પના અધિકારોનું હનન પણ છે.

જોકે, તેમની આ દલીલો કામ ન લાગી અને તેથી તેમને તેમનો બચાવ કરવાની તક આપવામાં આવી.

ડોનાલ્ડ ટ્રમ્પના વિકીલોને પોતાની દલીલો રજૂ કરવામાં ત્રણ કલાક કરતાં વધારે સમય લાગ્યો જ્યારે અભિયોજન પક્ષે પોતાનો તર્ક તૈયાર કરવા માટે 13 કલાકનો સમય લીધો હતો.

એવું લાગે છે કે બચાવ પક્ષ ઓછા શબ્દોમાં વધુ વાત કરવા માગે છે કારણ કે એ વાત પહેલાંથી જ સ્પષ્ટ થઈ ગઈ છે કે રિપબ્લિકન પાર્ટીના પર્યાપ્ત સભ્યો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનો સાથ આપશે જેથી તેમને દોષી જાહેર ન કરી શકાય.

પોતાની દલીલો રજૂ કરતાં ટ્રમ્પની ટીમે તેમના બચાવમાં કંઈક આવી વાતો રજૂ કરી –


'ડૅમોક્રૅટ્સે પણ આવું કર્યું’

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચલાવાઈ રહ્યો છે મહાભિયોગનો કેસ

ડોનાલ્ડ ટ્રમ્પના બચાવમાં તેમના વકીલોએ ડૅમોક્રૅટિક પાર્ટીના સભ્યોના શબ્દોનો જ તેમની વિરુદ્ધ ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો.

ટ્રમ્પની લીગલ ટીમે લીડ ઇંપિચમેન્ટ મૅનેજર જેમી રસ્કિન સહિત હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સના સભ્યોની એ જૂની વીડિયો ક્લિપ રજૂ કરી, જેમાં તેઓ પહેલાં થયેલ રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામોનો વિરોધ કરતાં દેખાઈ રહ્યા હતા.

ટ્રમ્પના વકીલોએ પૂછ્યું, જો ડૅમોક્રૅટ્સ ચૂંટણીના પરિણામોને પડકારી શકે છે તો ટ્રમ્પ કેમ નહીં?

વીડિયો ક્લિપમાં ડૅમોક્રૅટ્સનાં નિવેદનો બાદ સીધા એ ફૂટેજ દેખાડવામાં આવ્યા, જેમાં પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસાની ઝલક હતી.

ટ્રમ્પના વકીલ માઇકલ વેન દ બ્લીને ધ્યાન અપાવ્યું કે રાષ્ટ્રપતિ જો બાઇડનના ચૂંટણીઅભિયાનનો નારો 'અ બૅટલ ફૉર ધ સોલ ઑફ અમેરિકા’ (અમેરિકાના આત્મા માટે એક યુદ્ધ) હતો.

બ્લીને કહ્યું કે તેઓ એવું નથી ઇચ્છતા કે ડૅમોક્રૅટ્સને સજા મળે બલકે તેઓ તો એ જણાવવા માગે છે કે આવી નિવેદનબાજી અમેરિકાના રાજકારણનો ભાગ રહી છે.

તેમણે કહ્યું કે બની શકે કે આ રાજકીય કટુતા ઓછી કરવા માટેનો સમય હોય પરંતુ ટ્રમ્પના ભાષણને મહાઅભિયોગ અને દોષી જાહેર કરવાનો આધાર બિલકુલ ન બનાવી શકાય.


'ડૅમોક્રૅટ્સે ટ્રમ્પને ખોટા સમજ્યા’

જ્યારે ટ્રમ્પના વકલી ડેવિડ સ્કૂનને ટ્રમ્પનો બચાવ કરવાની પ્રથમ તક મળી ત્યારે તેમણે ડૅમોક્રૅટિક ઇમ્પિચમેન્ટ મૅનેજરો પર શાબ્દિક પ્રહારો કરવાનું શરૂ કરી દીધું.

સ્કૂને તેમની પર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનાં ભાષણોને એવી રીતે પસંદ કરી કરીને એડિટ કરવાનો આરોપ લગાવ્યો જેથી તે ખરેખર અપાયેલાં ભાષણો કરતાં ઘણા વધારે ઉશ્કેરણીજનક લાગે.

ડેવિડ સ્કૂને ટ્રમ્પના વર્ષ 2017માં વર્જીનિયામાં વંશીય શ્રેષ્ઠતાવાદી (શ્વેત શ્રેષ્ઠ છે)ની રેલીના હિંસક થયા બાદનું એક નિવેદન ચલાવ્યું.

આ નિવેદનમાં ટ્રમ્પે કહ્યું હતું કે ’બંને પક્ષોમાં સારા લોકો છે.’ ટ્રમ્પના આ નિવેદનની ઘણી ટીકા થઈ હતી.

સ્કૂને કહ્યું કે અસલિયતમાં ટ્રમ્પે આ નિવેદન હિંસા થઈ તેની એક રાત્રિ અગાઉ થયેલા શાંતિપૂર્ણ પ્રદર્શન માટે આપ્યું હતું. જોકે તેમણે એ જ રાત્રે બનેલી એ ઘટનાનો ઉલ્લેખ ન કર્યો જેમાં મશાલો લઈને કેટલાંક સમૂહોએ 'જ્યૂઝ વિલ નૉટ રિપ્લેસ અસ’ (યહૂદી અમારી જગ્યા ન લઈ શકે)ના નારા લગાવ્યા હતા.

મામલાની કાર્યવાહીને લાઇવ જોનારા પત્રકારો પ્રમાણે ડેવિડ સ્કૂન જ્યારે દલીલો મૂકી રહ્યા હતા ત્યારે એવી ઘણી તકો સર્જાઈ જ્યારે ડૅમોકૅટિક પાર્ટીના સભ્યોએ તેમને સંદેહવાળી નજરે જોયા.


ન્યૂઝ શો જેવી દલીલો

ઘણી તકો પર બચાવ પક્ષની પ્રસ્તુતિ એ મીડિયા કવરેજ જેવી લાગી, જેણે ટ્રમ્પની રાજકીય કારકિર્દીને નવી ઊંચાઈ પર પહોંચાડી છે.

ટ્રમ્પના વકીલોએ જે વીડિયો રજૂ કર્યા તેમાં અમુક ખાસ પ્રકારની ક્લિપ્સને જુદી-જુદી રીતે પૅકેજ કરાઈ હતી. તેમાં સંગીત હતું, આગ અને હિંસાનાં એડિટ કરેલા દૃશ્યો હતાં. આ બધું ફૉક્સ ન્યૂઝ પર સાંજે આવનારા કાર્યક્રમ જેવું જ હતું.

આ વીડિયો ક્લિપ્સમાં એ ડૅમોક્રૅટિક નેતાઓને પણ બતાવવામાં આવ્યા જેઓ રિપબ્લિકન પાર્ટીની આંખોમાં કણાં જેવા છે. જેમ કે – બર્ની સેંડર્સ, ચક શૂમર અને નેન્સી પલોસી.

આ સિવાય ક્લિપમાં ટ્રમ્પના વિરોધમાં બોલનારા હૉલીવૂડ સ્ટાર જેમ કે મડોના અને જૉની ડેપનાં નિવેદનો પણ બતાવવામાં આવ્યાં.

જાહેર છે કે મામલો માત્ર કાયદાનો નહીં બલકે સમગ્ર રાજકારણનો છે.


ટ્રમ્પની 'અભિવ્યક્તિની આઝાદી’

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના બચાવ પક્ષની દલીલોમાં અમેરિકાના બંધારણના પ્રથમ સંશોધનનો હવાલો આપવામાં આવ્યો જે અમેરિકાના નાગરિકો માટે અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય સુનિશ્ચિત કરે છે. ટ્રમ્પના વકીલોએ કહ્યું કે તેઓ છ જાન્યુઆરીના રોજ અમેરિકાના બંધારણ દ્વારા અપાયેલા આ જ અધિકારનો ઉપયોગ કરી રહ્યા હતા.

ટ્રમ્પની લીગલ ટીમે કહ્યું કે જો સૅનેટ તેમને તેમના શબ્દો માટે દોષી જાહેર કરી દેશે તો તેની અસર સમગ્ર રાજકીય પરિદૃશ્ય પર પડશે અને ગમે તે નેતાને કારણ વગર દોષી જાહેર કરવાનો રસ્તો ખૂલી જશે.

ટ્રમ્પના વકીલ બ્લીને કહ્યું, “રાજકારણમાં આવી સાધારણ રાજકીય ભાષાનો ઉપયોગ ઘણાં વર્ષોથી કરાઈ રહ્યો છે. ટ્રમ્પે જે કાંઈ કહ્યું તેને રાજકીય ભાષણોથી અલગ કરીને જોવું બિલકુલ અશક્ય છે.”

તેમણે 144 બંધારણીય વિશેષજ્ઞોના હસ્તાક્ષરવાળા આ પત્રને 'કાયદાકીય રીતે હાસ્યાસ્પદ’ જણાવીને રદ કરી દીધો જેમાં કહેવાયું હતું કે બંધારણનો પ્રથમ સુધારો ટ્રમ્પના મામલે લાગુ નથી થતો.

બ્લીને કહ્યું કે ઇમ્પિચમેનિટ મૅનેજરોએ આ પત્રનો ઉપયોગ ટ્રમ્પની ટીમને ગભરાવવા માટે કર્યો. તેમણે પોતાના વિપક્ષ કાનૂની ટીમ તરફ ફરીને કહ્યું, “તમારી હિંમત કેવી રીતે થઈ?”

જોકે આ કાયદાની દૃષ્ટિએ આ એક બહેતરીન દલીલ નહોતી પરંતુ ટ્રમ્પની ટીમનું આક્રમક વલણ તેમના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.


શું ટ્રમ્પની ખબર હતી માઇક પેંસ ખતરામાં છે?

બચાવ પક્ષની દલીલો પૂરી થયા બાદ પ્રશ્નોનો સમય થયો. રિપલ્બિલક પાર્ટીના સાંસદ મિટ રોમની અને સુઝન કૉલિન્સે બંને પક્ષોને એક રસપ્રદ પ્રશ્ન પૂછ્યો.

તેમણે પૂછ્યું કે હિંસાના દિવસે જ્યારે ટ્રમ્પે માઇક પેન્સ અંગે ચિંતા વ્યક્ત કરતાં એક ટ્વીટ કર્યું ત્યારે શું તેમને ખબર હતી કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને સીક્રેટ સર્વિસના સભ્યોએ સૅનેટ ચૅમ્બરમાંથી સુરક્ષિત બહાર કાઢી લીધા છે?

આના જવાબમાં ઇમ્પીચમેન્ટ મૅનેજર અને સાંસદ ફ્લકીન કાસ્ત્રોએ કહ્યું કે ટ્રમ્પને એ વાતની આશંકા જરૂર હશે કે ભીડ પેન્સને ધમકાવી રહી છે.

તેમણે કહ્યું, “કૅપિટલ હિલમાં થયેલી હિંસા રાષ્ટ્રીય ટીવી પર પ્રસારિત થઈ રહી હતી, વ્હાઇટ હાઉસમાં સંચાર અને સંવાદની બહેતરીન વ્યવસ્થા હતી અ ટ્રમ્પે જાતે અલ્બામાના સાંસદ ટૉમી ટ્યૂબરવિલે એક ફોન કૉલ પર જણાવ્યું હતું કે પેન્સને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે.”

https://www.youtube.com/watch?v=GiPAWvsRlTY

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Donald Trump impeachment: The three major arguments that came to the defense of the former president
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X