Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ટ્રમ્પની ચેતવણી, અમારી સાથે યુદ્ધ કર્યું તો ઈરાનને સમાપ્ત કરી દઇશુ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ઇરાનને ખુલ્લી ચેતવણી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ખુલ્લી ચેતવણી આપી છે કે જો ઇરાન લડવા માંગે છે તો તે તેનો સત્તાવાર રીતે અંત હશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ઇરાનને ખુલ્લી ચેતવણી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ખુલ્લી ચેતવણી આપી છે કે જો ઇરાન લડવા માંગે છે તો તે તેનો સત્તાવાર રીતે અંત હશે. ટ્રમ્પે કહ્યું કે ક્યારેય અમેરિકાને ધમકી આપવી નહીં. હકીકતમાં, અમેરિકાએ ઈરાન વિરુદ્ધ ફારસની ખાડીમાં તેનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર યુએસએસ અબ્રાહમ લિંકન મોકલી દીધું, ત્યાર બાદથી અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ખુબ વધી ગયો છે.

Donald trump

નોંધપાત્ર છે કે, ઓબામા સરકારે ઈરાન સાથે પરમાણુ કરાર કર્યો હતો, જેને ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે 2015 માં સમાપ્ત કર્યો હતો. ટ્રમ્પના આ નિર્ણય પછી, ફરી એક વાર ઇરાન પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા. આ નિયંત્રણોને લીધે ઇરાનની અર્થવ્યવસ્થા ફરીથી એકવાર વિનાશ પામી હતી. જેના કારણે ભારત, ચીન અને પાકિસ્તાન સહિતના તમામ દેશોમાંથી ઓઈલની આયાતમાં મળી રહેલી છૂટ સમાપ્ત થઇ ગઈ. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો પછી, જે રીતે એરક્રાફ્ટ કેરિયરને તૈનાત કરવામાં આવ્યું છે તેના વિરુદ્ધ ઈરાન તરફથી એક મોટું નિવેદન આવ્યું હતું, જેના પછી ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપી દીધી.

ઇરાનના ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સના ડેપ્યુટી કમાન્ડર સલેહ જોકરએ સ્પષ્ટપણે કહ્યું છે કે અમારી પાસે દૂર સુધી માર કરનારી મિસાઇલો છે જેઅમેરિકાના યુદ્ધપોતોને સરળતાથી ખાડીના દેશોમાં મારી શકે છે. તેમણે કહ્યું કે અમેરિકા યુદ્ધને સહન કરી શકશે નહીં કારણ કે સામાજિક અને માનવ સંસાધનોના સંદર્ભમાં તે ખરાબ તબક્કાનો સામનો કરી રહ્યું છે. પરંતુ ઇરાનથી આવેલા આ નિવેદન પર, ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપી હતી કે જો અમેરિકા સાથે લડવાનું વિચાર્યું, તો ઇરાન સત્તાવાર રીતે સમાપ્ત થઇ જશે, તેથી અમેરિકાને ફરીથી ધમકી આપવી નહીં.

આ પણ વાંચો: આર્થિક તાકાત બતાવી રહ્યું છે ચીન, ભારત કરતા 3 ગણી વધુ રકમ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X