For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત ખુબ જ વધારે ટેક્સ લગાવે છે: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને લક્ષ્ય બનાવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે ભારત ખૂબ વધારે ટેક્સ લગાવનારો દેશ છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને લક્ષ્ય બનાવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે ભારત ખૂબ વધારે ટેક્સ લગાવનારો દેશ છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ પારસ્પરિક બરાબર ટેક્સ અથવા ઓછામાં ઓછો એક સામાન્ય ટેક્સ ઈચ્છે છે. ટ્રમ્પે કન્ઝર્વેટીવ પોલિટિકલ એક્શન કૉન્ફરન્સ (સીપીએસી) ને સંબોધતા કહ્યું હતું કે, "ભારત ખૂબ વધારે ટેક્સ લગાવનારો દેશ છે. તે અમારી પર વધુ ટેક્સ લગાવે છે. "ટ્રમ્પે આ દરમિયાન ભારત જેવા દેશો સાથે ઘરેલું, વૈશ્વિક અને દ્વિપક્ષીય સંબંધો સહિત વિવિધ મુદ્દાઓ પર વાત કરી.

આ પણ વાંચો: અમેરિકામાં ટ્રમ્પે લગાવી ઈમરજન્સી, જાણો આખી વાત

ઓછામાં ઓછો એક ટેક્સ લગાવવા માંગુ છું

ઓછામાં ઓછો એક ટેક્સ લગાવવા માંગુ છું

જણાવી દઈએ કે મોટરસાઇકલનું ઉદાહરણ આપતા કહ્યું કે, જ્યારે આપણે ભારતને મોટરસાઇકલ મોકલીએ છીએ ત્યારે તે તેના પર 100 ટકા ચાર્જ કરે છે, પરંતુ જ્યારે ભારત અમને મોટરસાઇકલનો નિકાસ કરે છે, ત્યારે અમે કંઈપણ ચાર્જ કરતા નથી. આ દરમિયાન ટ્રમ્પે એ પણ જણાવ્યું કે એટલા માટે હું પરસ્પર બરાબર ટેક્સ અથવા ઓછામાં ઓછો એક ટેક્સ લગાવા માંગું છું. તે એક મિરર ટેક્સ (જવાબી ટેક્સ) હશે પરંતુ તે પરસ્પર બરાબર હશે.

અમેરિકા પણ એટલો જ ટેક્સ લગાવે

અમેરિકા પણ એટલો જ ટેક્સ લગાવે

આ વર્ષની શરૂઆતમાં વ્હાઈટ હાઉસ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં અનુવર્તી શુલ્ક લગાવાને સમર્થન આપતા, ટ્રમ્પે જણાવ્યું હતું કે તે ભારતની હાર્લી-ડેવિડસન મોટરસાઇકલ પર ટેક્સને 100 ટકાથી ઘટાડીને 50 ટકા કરવાથી સંતુષ્ટ છે. જો કે, આ કપાત પૂરતી નથી પરંતુ તો પણ ઠીક છે. ટ્રમ્પે કહ્યું કે તે એક ઉદાહરણ તરીકે ભારતને રજૂ કરે છે, જેથી તે કહી શકાય કે અન્ય દેશો કેવી રીતે અમેરિકન ઉત્પાદનો પર ટેક્સ લગાવી રહ્યા છે અને હવે તે સમય આવી ગયો છે કે અમેરિકા પણ પરસ્પર જવાબી શુલ્ક લગાવે.

ભારત ખૂબ વધુ ટેક્સ લગાવનારો દેશ: ટ્રમ્પ

ભારત ખૂબ વધુ ટેક્સ લગાવનારો દેશ: ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિના જણાવ્યા અનુસાર, ભારત ખૂબ વધુ ટેક્સ લગાવનારો દેશ છે અને તે ઘણો ટેક્સ લગાવે છે. તેઓ 100 ટકા ટેક્સ લગાવે છે. જો કે, હું તમારા પર 100 ટકા ટેક્સ લગાવા નથી માંગતો પરંતુ હું 25 ટકા ટેક્સ લગાવા જઈ રહ્યો છું. આ પગલાંને લઈને સંસદમાં હંગામો થઈ રહ્યો છે કારણ કે અમે 25 ટકા ટેક્સ લગાવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે ટ્રમ્પે તેમના સમર્થકોને કહ્યું કે સંસદમાં તેમના આ પગલાંનો વિરોધ થઇ રહ્યો છે.

મેં 25 ટકા ટેક્સ લગાવવાને મૂર્ખતાપૂર્ણ અનુભવ કરું છું કારણ કે તે 100 ટકા હોવો જોઈએ. પરંતુ હું તમારા માટે માત્ર 25 ટકા ચાર્જ લગાવા જઇ રહ્યો છું. મને તમારા સમર્થનની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ કોઈપણ દેશને 100 ટકા ચાર્જ કરવાની મંજૂરી આપી શકતું નથી જેના પર તેને કંઈપણ પ્રાપ્ત થઇ રહ્યું નથી.

English summary
Donald Trump Says India High Tariff Nation We Want Reciprocal Tax
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X