For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીયોને ઝાટકો, ટ્રમ્પે અમેરિકામાં નવા ગ્રીન કાર્ડ જાહેર કરવા પર 60 દિવસનો પ્રતિબંધ લગાવ્યો

ભારતીયોને ઝાટકો, ટ્રમ્પે અમેરિકામાં નવા ગ્રીન કાર્ડ જાહેર કરવા પર 60 દિવસનો પ્રતિબંધ લગાવ્યો

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન ડીસીઃ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના સંકટને પગલે દેશની લથડેલી અર્થવ્યવસ્થાને કારણે મોટો ફેસલો લીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ નવા ગ્રીન કાર્ડ અને વૈધાનિક કાયમી રહેઠાણ પર આગલા 60 દિવસ માટે પ્રતિબંધ લગાવી રહ્યા છે. તેમણે કહ્યું કે હાલ તેઓ અમેરિકામાં બિનપ્રવાસી વિઝા પર અસ્થાયી રૂપે પ્રતિબંધ લગાવી રહ્યા છે. 60 દિવસ બાદ દેશની આર્થિક હાલાતની સમીક્ષા બાદ આ મામલે આગળ ફેસલો લેવામાં આવશે. જો કે અમેરિકામાં અસ્થાયી રૂપે રહેતા લોકો પર આ પ્રતિબંધ નહિ લાગ.

હજારો ભારતીય પર અસર

હજારો ભારતીય પર અસર

ટ્રમ્પે આ ફેસલા બાદ કહ્યું કે જેઓ વર્ક વીજા, એચ-1બી વીજા પર અમેરિકામાં આવ્યા છે તેમના પર ફેસલાની અસર નહિ થાય. આ ઉપરાંત મોસમના આધારે કૃષિ માટે દેશમાં આવતા બિનપ્રવાસી મજૂરો પર પણ પ્રતિબધની અસર નહિ થાય. માનવામાં આવી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ એગ્જેક્યુટિવ ઓર્ડર પર આજે હસ્તાક્ષર કરી શકે છે. જેની અસર એવા હજારો ભારતીયો પર પડશે જેઓ ગ્રીન કાર્ડનો ઈંતેજાર કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પ સરકારના આ ફેસલા બાદ આ લોકોને ગ્રીન કાર્ડ મળવામાં વિલંબ થશે.

60 દિવસ બાદ સમીક્ષા કરાશે

60 દિવસ બાદ સમીક્ષા કરાશે

વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું આપણે પહેલા અમેરિકી કામદારોની ચિંતા કરવી જોઈએ. આ પ્રતિબંધ 60 દિવસ માટે છે. જે બાદ તેને આગળ વધારવાની જરૂરત છે કે નહિ તેનું આંકલન કરવામાં આવશે. જેનું આંકલન હું ખુદ કરીશ, જેમાં લોકોનો એક સમૂહ પણ હશે જે તે સમયે આર્થિક હાલાતની ચકાસણી કરશે. આ નિર્દેશ માત્ર એવા લોકો પર જ લાગૂ થશે જે સ્થાયી રોકાણની મંજૂરી ઈચ્છે છે, બીજા શબ્દોમાં કહીએ તો જે લોકોને ગ્રીન કાર્ડ મળવાના હતા તેમને હાલ નહિ મળે, અસ્થાયી લોકો પર આ ફેસલો લાગૂ નથી થતો.

અમેરિકી લોકોની નોકરી બચાવવી પ્રાથમિકતા

અમેરિકી લોકોની નોકરી બચાવવી પ્રાથમિકતા

ટ્રમ્પે કહ્યું કે બેરોજગાર અમેરિકનોને ફરીથી નોકરી મળે અને તેમનું રોજગાર તેમને મળે તે સુનિશ્ચિત કરવું અમારી જવાબદારી છે. જેથી અમેરિકી કામદારોની રક્ષા માટે હું અમેરિકામાં અસ્થાયી રૂપે બિનપ્રવાસીઓ પર રોક લગાવીશ. જણાવી દઈએ કે કોરોના વાયરસને કારણે અમેરિકામાં 2.2 કરોડ લોકો નોકરી ગુમાવી ચૂક્યા છે. કોરોના વાયરસથી અમેરિકામાં 8 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે 45 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.

'કોરોના વાયરસ લેબમાં તૈયાર કરવાના કોઈ પુરાવા નહિ, જાનવરોમાંથી પેદા થયો હોવાની સંભાવના''કોરોના વાયરસ લેબમાં તૈયાર કરવાના કોઈ પુરાવા નહિ, જાનવરોમાંથી પેદા થયો હોવાની સંભાવના'

English summary
Donald Trump suspends issuing of new green cards for 60 days big impact on Indian American.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X