Donald Trump: કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ - આપણો દેશ નર્કમાં જઈ રહ્યો છે
Donald Trump: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારે મેનહટનની અદાલતમાં હાજર થયા. ટ્રમ્પે પોતાની સામે નોંધાયેલા બિઝનેસ રેકૉર્ડને નષ્ટ કરવાના 34 ઘોર અપરાધના કેસમાં ખુદને નિર્દોષ ગણાવ્યા છે. આ કેસમાં આરોપી બનાવાયા બાદ પહેલી વાર ટ્રમ્પ મીડિયા સામે આવ્યા અને કહ્યુ કે મે માત્ર એક ગુનો કર્યો છે અને તે એ કે મે નીડર થઈને એ લોકોથી દેશનો બચાવ કર્યો છે જે તેને બરબાદ કરવા માંગે છે.
ટ્રમ્પે કહ્યું કે આપણો દેશ નરકમાં જઈ રહ્યો છે, ઘણા કારણોસર દુનિયા પહેલાથી જ આપણા પર હસી રહી છે. ટ્રમ્પે કહ્યુ કે મે ક્યારેય વિચાર્યુ નહોતુ કે અમેરિકામાં આવુ કંઈક થઈ શકે છે. મંગળવારે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ મેનહટન કોર્ટમાં પહોંચ્યા ત્યારે તેઓ તેમના પરંપરાગત વાદળી સૂટમાં હતા, તેમણે લાલ ટાઈ પહેરી હતી.

ચહેરા પર ગંભીર હાવભાવ સાથે ટ્રમ્પ ધીમે ધીમે કોર્ટ રૂમમાં પ્રવેશી રહ્યા હતા. ટ્રમ્પના વકીલોની એક ટીમ અહીં પહેલેથી જ તેમની રાહ જોઈ રહી હતી. કોર્ટ રૂમમાં પહોંચ્યા પછી, તે તેમના વકીલની બાજુમાં બેસી ગયા.
મીડિયાના આ વિશાળ મેળાવડા દરમિયાન તેમની પળે-પળની હિલચાલને આવરી લેવામાં આવી હતી પરંતુ તેમણે મીડિયામાં કોઈ નિવેદન આપ્યુ ન હતુ, તેઓ ફક્ત તેમના ચહેરા પર સ્મિત સાથે મીડિયાને અવગણતા રહ્યા હતા. કોર્ટ રૂમમાં પત્રકારોને ફોન અને લેપટોપનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
જ્યારે ન્યાયાધીશ જુઆન મર્કન કોર્ટ રૂમમાં પહોંચ્યા ત્યારે કોર્ટ રૂમમાં બધા લોકો ઉભા થયા, ટ્રમ્પ પણ તેમ તેમના સમ્માનમાં ઉભા થયા. કોર્ટની કાર્યવાહી દરમિયાન જ્યારે ન્યાયાધીશે ટ્રમ્પને 34 કેસમાં આરોપી તરીકે નામ આપ્યુ તો ટ્રમ્પે પોતાને નિર્દોષ જાહેર કર્યા.
આ દરમિયાન જ્યારે જજે ટ્રમ્પને સીધુ સંબોધીને કહ્યુ કે તમને દરેક સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહેવાનો અધિકાર છે, શું તમે આ સમજો છો તો ટ્રમ્પે જવાબ આપ્યો, હા. આ પછી, ન્યાયાધીશે કહ્યુ કે જો ટ્રમ્પ કોઈપણ રીતે ગેરવર્તન કરે છે, અવરોધ કરે છે, તો તે આ અધિકાર પણ ગુમાવી શકે છે.












Click it and Unblock the Notifications
