WHOને ટ્રમ્પની ધમકી, ઠોસ સુધારા કરો નહિતર ફંડ બંધ, સભ્યપદ પણ ખતમ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ WHOની ક્ષમતા અને વિશ્વસનીયતા પર સતત સવાલ ઉઠાવી રહ્યા છે.

કોરોના વાયરસ સંકટ સમયે અમેરિકા સતત વિશ્વ આરોગ્ય સંગઠન પર નિશાન સાધી રહ્યુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ WHOની ક્ષમતા અને વિશ્વસનીયતા પર સતત સવાલ ઉઠાવી રહ્યા છે. થોડા દિવસો પહેલા તેમણે WHOને અમેરિકા દ્વારા અપાતી ફંડિગને રોકવાની વાત કહી હતી પરંતુ હવે તેમણે WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ગેબ્રિસસને એક પત્ર લખીને સ્પષ્ટ રીતે ચેતવણી આપી છે કે જો 30 દિવસની અંદર WHO મહત્વના ઠોસ સુધારા નહિ કરે તો તે અમેરિકા દ્વારા WHOને અપાતી ફંડિગને હંમેશા માટે રોકી દેશે. હાલમાં અમેરિકાએ ફંડિંગને અસ્થાયી રીતે ફ્રીઝ કરી રાખ્યુ છે. ટ્રમ્પે કહ્યુ છે કે જો 30 દિવસની અંદર અમુક ઠોસ સુધારા ન થયા તો તે WHOમાં અમેરિકાના સભ્યપદ પર પણ પુનર્વિચાર કરશે.

ટ્વિટર પર શેર કર્યો પત્ર

ટ્વિટર પર શેર કર્યો પત્ર

WHOને લખેલા આ પત્રને ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે ગયા મહિને ટ્રમ્પે કોવિડ-19ને અટકાવવા માટે WHO દ્વારા કરાયેલા કામની સમીક્ષા કરવાની વાત કહી હતી અને અમેરિકાની ફંડિંગને રોકી દીધી હતી. ટ્રમ્પની આ કાર્યવાહી બાદ WHOએ કહ્યુ હતુ કે અમે હજુ પણ આ મહામારીના ગંભીર સંકટ સામે લડી રહ્યા છે માટે આ સમય ફંડિંગને રોકવાનો નથી. જો કે હજુ પણ એ સ્પષ્ટ નથી થયુ કે શું ટ્રમ્પ WHOને અપાતી ફંડિંગને રોકવા માટે કોંગ્રેસની સંમતિ મેળવી શકશે કે નહિ. તમને જણાવી દઈએ કે કોંગ્રેસની સંમતિ વિના ડોનાલ્ડ ટ્રમ્પ WHOની ફંડિંગને રોકી નહિ શકે.

ટ્રમ્પ પ્રશાસન નિશાના પર

ટ્રમ્પ પ્રશાસન નિશાના પર

વાસ્તવમાં અમેરિકામાં જે રીતે સતત કોરોના વાયરસથી લોકોના મોત થઈ રહ્યા છે તેના કારણે ટ્રમ્પની ટીકા થઈ રહી છે. કોરોના સંકટને યોગ્ય રીતે રોકવામાં નિષ્ફળ થવાના કારણે ટ્રમ્પ પ્રશાસ નિશાના પર છે. તમને જણાવી દઈએ કે દુનિયામાં કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકા છે. અહીં કોરોનાથી મરનારની સંખ્યા 90 હજારને પાર કરી ગઈ છે જ્યારે 15 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. અમેરિકા સતત WHO પર સવાલ ઉઠાવતુ રહ્યુ છે જ્યારે ચીન તેની ફેવર કરી રહ્યુ છે.

91737 લોકોના મોત

91737 લોકોના મોત

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કોરોના વાયરસથઈ સંક્રમિત લોકોની સંખ્યામાં રોજ વધારો થઈ રહ્યો છે. અમેરિકા છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 759 લોકોના મોત થયા છે. આ સાથે જ અમેરિકામાં કોરોના વાયરસથી મરનારની સંખ્યા 91737 થઈ ગઈ છે જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 15 લાખને પાર થઈ ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X