Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સેક્સ મોહિની મમતાનો ખુલાસો: વિકી મારો પતિ નથી, લિવ ઇન પાર્ટનર છે

નવી દિલ્હી, 18 નવેમ્બર: એક જમાનામાં પોતાની અદાઓથી લાખો ચાહકોને ઘાયલ કરનારી બોલીવુડ અભિનેત્રી 90ના દાયકાથી સૌથી લોકપ્રિય મોહિની અને પર્દા પર પોતાના ચાહનારાઓની સામે 'મુઝકો રાણાજી માફ કરના... ગલતી મારે સે હો ગઇ' જેવા દ્વીઅર્થી ગીત પર નૃત્ય કરનારી મમતા કુલકર્ણીનું ડ્રગ્સ, દુબઇ અને ડોન (3ડી) કનેક્શન મામલામાં હવે નવો મોડ આવ્યો છે.

હમણા જ ડ્રગ્સ તસ્કરીમાં ધરપકડ થવા અને બાદમાં પૂછપરછ બાદ છોડી મૂકાયા બાદ હવે સવાલ ઉઠવા લાગ્યા છે કે શું મમતા ડ્રગ્સ રેકેટ ચલાવે છે? શું મમતા કુલકર્ણીના સંબંધ અંડરવર્લ્ડ સાથે છે, જો ના તો પછી આખી ઘટનામાં શા માટે આવ્યું દાઉદ ઇબ્રાહિમ અને છોટા રાજનનું નામ? આગળની વાત કરતા પહેલા આપને જણાવી દઇએ કે વર્ષોથી ગુમનામીમાં જીવતી મમતાનું નામ અઠવાડીયાથી ફરી ન્યૂઝ પેપરની હેડલાઇન બન્યું છે.

mamta kulkarni
કેન્યા પોલીસે તેમને અને તેમના કથિત પતિ વિજય ગિરિ આનંદગિરિ ગોસ્વામી ઉર્ફ વિકી ગૌસ્વામીને ડ્રગ તસ્કરીના આરોપમાં એરેસ્ટ કર્યા હતા. પૂછપરછ બાદ મમતાને છોડી મૂકવામાં આવી હતી, જ્યારે વિકીને 21 દિવસના રિમાંડ પર મોકલાયો હતો. હિંદી ન્યૂઝ ચેનલ એબીપીની એક્સક્લુસિવ રિપોર્ટ અનુસાર મમતા કુલકર્ણીએ તમામ આરોપોથી ઇનકાર કરી દીધો છે. એબીપી સાથે વાતચીતમાં મમતાને જણાવ્યું કે આ વાતમાં કોઇ સત્યતા નથી કે મારી કોઇએ ધરપકડ કરી હોય.

મમતાએ એમ પણ જણાવ્યું કે વિકી પણ નિર્દોષ છે અને તેની પર લગાવવામાં આવેલા આરોપો પણ ખોટા છે અને તેના માટે બકતાશા આકાશા અબ્દુલ્લાહ જવાબદાર છે. જે કેન્યાનો ડ્રગ્સ માફિયા છે.

સૌથી મોટો ખુલાસો મમતાએ એ કર્યો કે વિકી ગૌસ્વામી તેનો પતિ નથી પરંતુ તેનો લિવ ઇન પાર્ટનર છે. મમતાએ ખુદ ખુલાસો કરતા જણાવ્યું કે તેમણે ક્યારેય લગ્ન નથી કર્યા. મમતા કુલકર્ણીએ જણાવ્યું કે તેમના બે બાળકોની ખબરમાં પણ કોઇ સત્યતા નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X