Turkey Earthquake: તુર્કીમાં ભૂકંપના જોરદાર ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7.8, ભારે નુકશાનની સંભાવના

તુર્કીમાં નૂર્દગીથી 23 કિલોમીટર પૂર્વ તરફ ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 માપવામાં આવી છે.

Turkey Earthquake: તુર્કીમાં નૂર્દગીથી 23 કિલોમીટર પૂર્વ તરફ ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 માપવામાં આવી છે. જો કે નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીએ ભૂકંપની તીવ્રતા 7.5 જણાવી છે. ભૂકંપથી કેટલુ નુકશાન થયુ છે, તે વિશે વિસ્તૃત માહિતીની રાહ જોવાઈ રહી છે.

Earthquake

સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા યુએસજીએસના હવાલાથી આ માહિતી આપવામાં આવી. જર્મન રિસર્ચ સેન્ટર ફૉર જિયો સાયન્સ જીએફઝેડ મુજબ ભૂકંપનુ કેન્દ્ર જમીનથી લગભગ 9 કિલોમીટર નીચે હતુ. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7.8 હોવાનો અર્થ એ છે કે આ ભૂકંપ ઘણો શક્તિશાળી હતો. વધુ તીવ્રતાના કારણે ઘણા સમય સુધી ધરતી હલતી રહી. તમને જણાવી દઈએ કે અગાઉ પણ નવેમ્બર 2022માં તુર્કીમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. એ વખતે રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.9 માપવામાં આવી હતી. જેના કારણે લગભગ 50 લોકો ઘાયલ થયા હતા.

રિપોર્ટ અનુસાર તુર્કીમાં એક પછી એક અનેક ભૂકંપના આંચકા અનુભવાયા છે અને દરેક આંચકાની તીવ્રતા અલગ-અલગ હતી તેથી લોકોમાં ગભરાટનો માહોલ છે. ભૂકંપ છેક સીરિયા સુધી અનુભવાયો હતો અને ઉત્તર-પશ્ચિમ સીરિયામાં, વિપક્ષી સીરિયન સિવિલ ડિફેન્સે બળવાખોરોના કબજા હેઠળના વિસ્તારોમાં પરિસ્થિતિને 'વિનાશકારી' ગણાવી હતી અને કહ્યુ કે ઘણી ઇમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે. વધુ લોકો કાટમાળ નીચે દટાયા છે.

તુર્કીના સરકારી બ્રૉડકાસ્ટર ટીઆરટીના ફોટા મુજબ ઇમારતોને નુકસાન થયુ છે. ભૂકંપ પછી લોકોને બર્ફીલા રસ્તાઓ પર એકઠા થયેલા જોઈ શકાય છે. યુએસજીએસ અનુસાર, ભૂકંપની ઊંડાઈ 24.1 કિલોમીટર (14.9 માઇલ) હતી, જે ગાઝિયનટેપ પ્રાંતમાં નુરદાગીથી 23 કિલોમીટર (14.2 માઇલ) પૂર્વમાં સ્થિત છે. USGS એ જણાવ્યું હતું કે પ્રથમ ભૂકંપની લગભગ 11 મિનિટ પછી, 9.9 કિલોમીટરની ઊંડાઈએ 6.7 તીવ્રતાનો બીજો ધરતીકંપ ભૂકંપના કેન્દ્રથી લગભગ 32 કિલોમીટર (20 માઇલ) ઉત્તરપશ્ચિમમાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X