Earthquake: પનામામાં અનુભવાયા ભૂકંપના જોરદાર ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા મપાઈ 6.6
Earthquake: મધ્ય અમેરિકન દેશ પનામાના કેરેબિયન સમુદ્રમાં બુધવારે રાતે જોરદાર ભૂકંપ આવ્યો. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, પનામા-કોલંબિયા બોર્ડરથી દૂર કેરેબિયન સમુદ્રમાં બુધવારે રાતે 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
હજુ સુધી કોઈ ઈજા કે નુકસાનની માહિતી નથી. યુએસજીએસએ જણાવ્યુ હતુ કે ભૂકંપ પ્યુઅર્ટો ઓબાલ્ડા, પનામાથી લગભગ 41 કિલોમીટર (25 માઇલ) ઉત્તરપૂર્વમાં કેન્દ્રિત હતો. ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટર (6 માઇલ)ની ઊંડાઇએ હતુ.













Click it and Unblock the Notifications
