Indonesia Earthquake: ભૂકંપના ઝટકાથી કાંપ્યુ ઈંડોનેશિયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7.7

પૂર્વ ઈંડોનેશિયામાં મંગળવારે સવારે 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે જાનહાનિના કોઈ સમાચાર નથી.

Indonesia Earthquake: ઈંડોનેશિયામાં મંગળવારે 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. યુરોપિયન મેડિટેરિનિયન સીસ્મોલૉજિકલ સેન્ટર(EMSC)એ કહ્યુ કે ઈંડોનેશિયાના તનીંબર ક્ષેત્રમાં ભૂકંપ પૃથ્વીની સપાટીથી 97 કિલોમીટર(60.27 માઈલ) નીચે ઉંડાણમાં હતો. હાલમાં કોઈના જાનમાલની હાનિના સમાચાર નથી.

earthquake

ઈંડોનેશિયાએ ભૂકંપ આવ્યાના ત્રણ કલાક પછી સુનામીની ચેતવણી જાહેર કરી હતી પરંતુ દરિયાના સ્તરમાં કોઈ ફેરફાર ન જણાતા ચેતવણી પાછી લેવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ ઉત્તર ઑસ્ટ્રેલિયામાં ભૂકંપ પછી લગભગ ચાર ઝટકા અનુભવાયા હતા. જેના કારણે અમુક ઈમારતોમાં હળવાથી મધ્યમ નુકશાન થયુ હોવાના અહેવાલો છે.

આ પહેલા 7.7ની તીવ્રતાનો ભૂકંપ ડિસેમ્બર 2021માં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ વર્ષ 2004માં ઈંડોનેશિયામાં સુમાત્રા પાસે 9.1ની તીવ્રતાનો સૌથી ખતરનાક ભૂકંપ આવ્યો હતો. જેમાં સુનામીએ પણ દસ્તક દીધી હતી. આ ભૂકંપમાં ઈંડોનેશિયામાં લગભગ દોઢ લાખ લોકોથી વધુના મોત થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે ઈંડોનેશિયામાં આ મહિનાની શરુઆતમાં ઉત્તર સુમાત્રામાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.

રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર(એનસીએસ)એ સોમવારે જણાવ્યુ હતુ કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 માપવામાં આવી છે. ભૂકંપના ઝટકા ભારતીય સમયાનુસાર સાંજે 04.10 મિનિટે અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજી(NCS)મુજબ ભૂકંપનુ કેન્દ્ર 10 કિમી ઉંડાણમાં હતુ.

જર્મન રિસર્ચ સેન્ટર ફૉર જિયોસાયન્સિસના જણાવ્યા મુજબ વર્ષ 2021માં મે મહિનામાં ઈંડોનેશિયાના સુમાત્રા દ્વીપના ઉત્તર પશ્ચિમ તટ પર 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. વળી, 2018માં એક શક્તિશાળી ભૂકંપે લોમ્બોક દ્વીપને હચમચાવી દીધો હતો. જે બાદ અમુક સપ્તાહોમાં ભૂકંપના ઘણા ઝટકા આવ્યા હતા. આમાં હૉલિડે દ્વીપ અને પડોશી સુંબાવામાં લગભગ 550થી વધુ લોકો માર્યા ગયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X