ચીનમાં મહેસુસ થયા ભૂકંપના ઝટકા, 4.7ની તિવ્રતા નોંધાઇ
ફેબ્રુઆરીમાં તુર્કી અને સીરિયાની સરહદ પર જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેમાં એક લાખથી વધુ લોકોના મોત થયા છે. ભૂકંપના કારણે તુર્કીને 100 અબજ ડોલરથી વધુનું નુકસાન થયું છે.

ફેબ્રુઆરીમાં આવેલા વિનાશક ભૂકંપથી તુર્કી હજુ પણ હચમચી રહ્યું છે અને તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપના કારણે 10 લાખથી વધુ લોકોના મોત થયા છે. તેથી જગતના કોઈપણ ભાગમાં ધરતી ધ્રુજે ત્યારે માણસ ભયથી ગાંડો થઈ જાય છે. તાજેતરના અહેવાલો અનુસાર ચીનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે, જેનાથી લોકો ભયભીત થઈ ગયા છે.
યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું છે કે આ ભૂકંપ ચીનના હોટન શહેરમાં આવ્યો છે અને રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.7 નોંધવામાં આવી છે. આ ભૂકંપ બુધવારે ચીનના હોટનથી 263 કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં આવ્યો હતો. હોટન સિટી એ પશ્ચિમ ચીનના સ્વાયત્ત પ્રદેશ, દક્ષિણપશ્ચિમ શિનજિયાંગમાં એક મુખ્ય ઓએસિસ શહેર છે. USGS એ અહેવાલ આપ્યો છે કે ભૂકંપ 02:32:21 (UTC+05:30) પર આવ્યો હતો અને ભૂકંપનું કેન્દ્ર હોટનમાં 17 કિમીની ઊંડાઈએ હતું. જો કે હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી.












Click it and Unblock the Notifications
