For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈંગ્લેન્ડના પ્લાયમાઉથ શહેરમાં ગોળીબાર, 6 લોકોના મોત

ઈંગ્લેન્ડના પ્લાયમાઉથ શહેરમાં અમુક લોકોએ અચાનકથી ગોળીબાર શરૂ કરી દીધો જેમાં 6 લોકોના માર્યા ગયાના સમાચાર છે.

|
Google Oneindia Gujarati News

લંડનઃ ઈંગ્લેન્ડમાં મોટાપાયે ગોળીબારની ઘટના સામે આવી છે. ઈંગ્લેન્ડના પ્લાયમાઉથ શહેરમાં અમુક લોકોએ અચાનકથી ગોળીબાર શરૂ કરી દીધો જેમાં 6 લોકોના માર્યા ગયાના સમાચાર છે. બ્રિટિશ હોમ સેક્રેટરીએ આ ઘટનાને ચોંકાવનારી કહી છે. હુમલામાં બે મહિલાઓ, ત્રણ પુરુષ અને એક શંકાસ્પદ વ્યક્તિના માર્યા ગયાના સમાચાર છે. એક મહિલા કે જે ગોળી વાગવાથી ઘાયલ થઈ હતી તેને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી હતી જ્યાં તેનુ મોત થઈ ગયુ.

england

ઘટનાની વિગત એવી છે કે ગુરુવારે સાંજે દક્ષિણ-પશ્ચિમ ઈંગ્લેન્ડના પ્લાયમાઉથ શહેરમાં સામૂહિક ગોળીબારમાં એક બાળક સહિત છ લોકોના મોત થયા હતા. ડેવોન અને કોર્નવોલ પોલિસે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે શંકાસ્પદ સહિત મહિલાઓ અને ત્રણ પુરુષોના ઘટના સ્થળે ગોળીબારથી મોત થયા. વિપક્ષી લેબર પાર્ટીના સ્થાનિક ધારાસભ્ય લ્યૂક પોલાર્ડે એક ટ્વિટમાં જણાવ્યુ હતુ કે માર્યા ગયેલા લોકોમાં એક 10 વર્ષથી નાની વયનો બાળક હતો. પોલિસે અગાઉ ગોળીબારને ગંભીર હથિયારધારી બનાવ ગણાવ્યો હતો અને કહ્યુ હતુ કે પરિસ્થિતિ કાબુમાં છે. પોલિસે ઉમેર્યુ હતુ કે આ ઘટના આતંકવાદ સાથે સંબંધિત નથી.

ઉલ્લેખનીય છે કે યુકેમાં ગોળીબારની ઘટનાઓનો દર વિશ્વમાં સૌથી નીચો છે અને સામૂહિક ગોળીબાર તો દૂર્લભછે. 11 વર્ષમાં દેશમાં આ પ્રથમ સામૂહિક શૂટિંગ હતુ. ગોળીબારના ઘટના સ્થળની પાછળ રહેતા 57 વર્ષીય શેરોન ટર્નરને ટાઈમ્સ વર્તમાનપત્રે ટાંકીને જણાવ્યુ કે એક બંદૂકધારીએ માતા અને તેની પુત્રીને ગોળી મારતા પહેલા ઘરના દરવાજાને લાત મારી હતી. પ્લાયમાઉથની ઘટના પર ગૃહ સચિવ પ્રીતિ પટેલે ટ્વિટ કરીને જણાવ્યુ કે પ્લાયમાઉથની ઘટના આઘાતજનક છે અને હું અસરગ્રસ્તો છુ.

English summary
England: Mass shooting in Plymouth city in southwest England, many lost life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X