તુર્કીના પ્રેસિડેન્ટ તરીકે ફરી ચૂંટાયા Erdogan, 52% થી વધુ મત મળ્યા
તુર્કીમાં પ્રેસિડેન્શિયલ ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે. 52 ટકાથી વધુ વોટ મેળવ્યા બાદ Erdogan તુર્કીના પ્રેસિડેન્ટ તરીકે ફરીથી ચૂંટાઇ આવ્યા છે. એર્દોગાનના પ્રતિદ્વંદ્વીને 47 ટકાથી વધુ વોટ મળ્યા.
Erdogan ફરી એકવાર તુર્કીના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઇ આવ્યા છે. 52 ટકાથી વધુ વોટ મેળવ્યા બાદ એર્દોગાનના પ્રેસિડેન્ટ બનવાનો રસ્તો સાફ થઇ ગયો છે. કેટલાય વૈશ્વિક નેતાઓએ એર્દોગાનની જીત પર ખુશી વ્યક્ત કરી છે.

તુર્કીમાં ચૂંટણી પર અલઝઝીરાના રિપોર્ટ મુજબ પ્રેસિડેન્શિયલ ચૂંટણીમાં એર્દોગાનને 51.11 જ્યારે પ્રતિદ્વંદ્વીને 47.89 ટકા વોટ મળ્યા. જીત બાદ રશિયા અને વેનેજુએલાના પ્રેસિડેન્ટ સહિત કેટલાય નેતાઓએ એર્દોગાનને શુભેચ્છા પાઠવી છે.
એર્દોગાનની જીત પર સમાચાર એજન્સી ANIના રિપોર્ટ મુજબ સીએનએનએ જણાવ્યું કે તુર્કીના પ્રેસિડેન્ટ રેસેપ તઈપ એર્દોગનનું શાસન ત્રીજા દશકમાં પણ ચાલુ રહેશે. તેમણે તુર્કીની પ્રેસિડેન્શિયલ ચૂંટણી જીતી લીધી છે.
રવિવારે થયેલ મતદાનમાં એર્દોગને વિપક્ષના નેતા કેમલ કિલિકડારોગ્લૂને માત આપી. 99.43 ટકા વોટની ગણતરી સાથે રવિવારે તુર્કીની સુપ્રીમ ઈલેક્શન કાઉન્સિલે જણાવ્યું કે, પ્રારંભિક સત્તાવાર પરિણામોમાં એર્દોગાનને 52.14 ટકા મત મળ્યા.
એર્દોગને કહ્યું કે, "અમે અમારા રાષ્ટ્રના પક્ષમાં પ્રેસિડેન્ટ ચૂંટણીનો બીજો તબક્કો પૂર્ણ કર્યો. મને લોકતંત્રનો એક દિવસ આપવા માટે હું તમારા દેશો આભાર વ્યક્ત કરવા માંગું છું."
સીએનએનના રિપોર્ટ મુજબ એર્દોગાનના વિરોધીએ કહ્યું કે, "આ આપણા ઈતિહાસનો સૌથી અનુચિત ચૂંટણીકાળ હતો... અમે ડરના માહોલ આગળ ઝુક્યા નહીં. આ ચૂંટણીમાં તમામ દબાણ છતાં એક નિરંકુશ સરકાર બદલવાની લોકોની ઈચ્છા સ્પષ્ટ થઇ ગઇ.












Click it and Unblock the Notifications
