For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાની વેક્સીન આવી જવા છતાં બધું 2021 સુધીમાં પહેલા જેવું નહિ થાયઃ ફૉસી

કોરોનાની વેક્સીન આવી જવા છતાં બધું 2021 સુધીમાં પહેલા જેવું નહિ થાયઃ ફૉસી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત છે, દેશની અર્થવ્યવસ્થા લથડિયાં ખાઈ રહી છે, ધંધા રોજગાર બંધ થઈ રહ્યા છે, બેરોજગારી દર આગળ વધી રહ્યો છે. આ દરમ્યાન અમેરિકાના સંક્રામક રોગ સલાહકાર એંથની ફૉસીએ કહ્યું કે કોરોના વેક્સીન મળવા છતાં વર્ષ 2021ના અંત સુધી જનજીવન સામાન્ય નહિ થઈ શકે.

anthony fosy

કોરોના સંક્રમણને લઈ તેમણે કહ્યું કે જો તમે કોરોનાથી પહેલાના જીવનની વાત કરી રહ્યા છો તો આ હાલ મુશ્કેલ છે. તેમણે કહ્યું કે આગલા વર્ષે 2021ના અંત સુધી સામાન્ય જનજીવન વિશે વિચારવું બેકાર છે. તેમણે કહ્યું કે લોકો કોરોના વેક્સીનના ભરોસે બેઠા છે, પરંતુ કોરોના વેક્સીન છતાં આગલા વર્ષના અંત સુધી સામાન્ય જીવનમાં પરત ફરવાની સંભાવના ઓછી જ લાગી રહી છે.

તેમણે કહ્યું કે વેક્સીન આવ્યા બાદ જીવનને સામાન્ય કરવામાં મદદ મળશે પરંતુ આપણે જેટલી ઉમ્મીદ કરી રહ્યા છીએ તેટલું નહિ. અમેરિકાના સંક્રમક રોગના સલાહકાર એંથની ફૉસીએ ગ્લોબલ ફાઈટ વેબિનાર દરમ્યાન કહ્યું કે અમેરિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટને વર્ષ 2020ના અંત અથવા વર્ષ 2021ની શરૂઆત સુધી કોરોના વેક્સીનના ઈમરજન્સી ઉપયોગનો અધિકાર મળી શકે છે, પરંતુ તેનો એ મતલબ નથી કે વેક્સીન બજારમાં આવ્યાના તરત બાદ ઉપલબ્ધ થઈ જશે અને સૌકોઈને મળી જશે. તેમણે કહ્યું કે દેશની વસ્તી મુજબ રસીકરણમાં સમય લાગશે, જ્યારે કેટલાય દેશોએ કોરોના વેક્સીનને ઠંડી રાખવામાં પડકારનો સામનો કરવો પડી શકે છે. તેમણે કહ્યું કે આ બધું પડકારજનક છે જેમાં બહુ સમય લાગશે.

દિલ્હીમાં કોરોના બેકાબૂ, 24 કલાકમાં 4321 નવા કેસ આવ્યાદિલ્હીમાં કોરોના બેકાબૂ, 24 કલાકમાં 4321 નવા કેસ આવ્યા

English summary
everything will not come to normal instantly when we get corona vaccine: Anthony fosy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X