For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માનવ ક્લોનિંગની દિશામાં એક મોટી સફળતા

By Super
|
Google Oneindia Gujarati News

human-cloning
અમેરિકન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેમણે માનવ ક્લોનિંગ વિધિનો ઉપયોગ કરીને એક પ્રારંભિક ભ્રૂણ તૈયાર કર્યું છે, જેને ચિકિત્સાના ક્ષેત્રમાં 'એક મોટી સફળતા' માનવામાં આવી રહી છે. ક્લોન કરવામાં આવેલા ભ્રૂણને સ્ટેમ સેલના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યું જેના હૃદયની નવી માંસપેશી, હાડકા, મસ્તિષ્કના ઉતક અને શરીરની અન્ય કોશિકાઓ તૈયાર કરી શકાય છે. 'સેલ' જર્નલમાં પ્રકાશિત અધ્યયનમાં એજ વિધિઓને પ્રયોગમાં લેવામાં આવી, જેનાથી 1996માં બ્રિટનમાં પહેલું ક્લોન ઘેટું ડોલી તૈયાર કરવામાં આવ્યું હતું.

જો કે, શોધકર્તાઓનું કહેવું છે કે સ્ટેમ સેલ્સ માટે અન્ય સ્ત્રોત પણ હોઇ શકે છે, જે અધિક આસાન, સસ્તા અને ઓછા વિવાદત હોય, બીજી તરફ આલોચકો માનવીય ભ્રૂણો પર પ્રયોગને અનૈતિક ગણાવે છે અને તેના પર પ્રતિબંધની માંગ કરે છે. સ્ટેમ સેલ પર ચિકિત્સા જગતની મોટી આશાઓ ટકેલી છે. નવા ઉતક બનાવવામાં સક્ષમ થતાં હૃદયરોગના હુમલાથી થતી ક્ષતિઓને સરખી કરી શકાય છે અથવા તો ક્ષતિગ્રસ્ત કમરના હાડકાને દુરસ્ત કરી શકાય છે. આવા કેટલાક પ્રયોગ પહેલાથી જ થઇ રહ્યાં છે, જેમાં દાન કરવામાં આવેલા ભ્રૂણથી સ્ટેમ સેલ લઇને તેમના થકી લોકોની દ્રષ્ટિને બહાલ કરવામાં આવી રહી છે.

જો કે, દાન કરવામાં આવેલી કોશિકાઓ દર્દીના શરીરને મળતી નથી, તેથી શરીર દ્વારા તેમને ખારીજ કરી દેવામાં આવે છે, ક્લોનિંગથી એ સમસ્યા દૂર થઇ જાય છે. 1996માં જ્યારે ક્લોનિંગ થકી પહેલા સ્તનધારી જીવના રૂપમાં ડોલીનો જન્મ થયો, ત્યારથી સોમેટિક સેલ ન્યૂક્લિયર ટ્રાન્સફર એક જાણીતી ટેક્નિક છે અને તેનો ઉપયોગ પણ કરવામાં આવે છે. એક વયસ્કની ત્વાચા કોશિકાઓને લઇને આનુવાંશિક સૂચના સાથે તેને દાનદાતાના એવા અંડાણુઓમા રાખવામાં આવ્યું, જેનાથી તેના ડીએનએને અલક કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ વિજળીનો ઉપયોગ કરીને અંડાણુને એક ભ્રૂણમાં વિકસિત થવા માટે પ્રેરિત કરવામાં આવ્યાં.

તેમ છતાં, વ્યક્તિમાં ડોલી જેવા ચમત્કારને સાકાર કરવા માટે વૈજ્ઞાનિકોએ ઘણો સંઘર્ષ કર્યો છે. અંડાણુ વિભાજિત થવાનું તો શરૂ થઇ ગયું છે, પરંતુ 6થી 12 કોશિકાઓના ચરણથી આગળ વધતું નથી. દક્ષિણ કોરિયાના એક વૈજ્ઞાનિક હવાંગ વૂ સુકએ ક્લોન કરવામાં આવેલા માનવ ભ્રૂણથી સ્ટેમ સેલ બનાવવાનો દાવો કર્યો હતો, પરંતુ બાદમાં તે થઇ શક્યું નહોતું. હવે ઓરેગન હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટીમાં શોધકર્તાઓની એક ટીમે ભ્રૂણને બ્લાસ્ટોસિસ્ટ એટલે કે લગભગ 150 કોશિકાઓના ચરણને વિકસિત કર્યા છે, જેનાથી ભ્રૂણીય સ્ટેમ સેલ્સ તૈયાર કરી શકાય છે.

યુનિવર્સિટી કોલેજ લંડનમાં રિજેનેરેટિવ મેડિસનના પ્રોફેસર આ પ્રયોગથી ઉત્સાહિત છે. તે કહે છે કે તેમણે એવું જ કર્યું છે જે રાઇટ બંધુઓએ કર્યું હતું. રાઇટ બંધુઓએ ઉડાન ભરી હતી અને તે ભ્રણીય સ્ટેમ સેલ બનાવવામાં સફળ રહ્યાં છે. જો કે, ભ્રૂણીય સ્ટેમ સેલના મુકાબલે આ વિધિથી તૈયાર સ્ટેમ સેલની કોશિકાઓની ગુણવત્તાને લઇને હજુ પણ અનેક પ્રકારના પ્રશ્નો અનુત્તરિત છે.

English summary
Scientists have used cloning technology to transform human skin cells into embryonic stem cells, an experiment that may revive the controversy over human cloning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X