For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંડેલાની લાંબી બિમારીનું કારણ પૂર્વજોનો શ્રાપ!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

nelson-mandela
જોહાનિસબર્ગ, 30 જૂન: દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા જે કૂળમાંથી આવે છે તે કૂળના પૂર્વજોના અનુસાર નેલ્સન મંડેલાના મનને ત્યારે જ શાંતિ મળી શકે છે જ્યારે તેમના પરિવારમાં ચાલી રહેલો વિવાદ પૂર્ણ થઇ જાય. પૂર્વજોનું કહેવું છે કે પરિવારમાં ચાલી રહેલો વિવાદ તેમના દુખનું કારણ છે.

પૂર્વ રાષ્ટ્રપતિના કૂળના પૂર્વજો અને સ્થાનિક પ્રમુખોનું કહેવું છે કે તેઓ માને છે કે નેલ્સન મંડેલાની લાંબી બિમારીનું કારણ તેમના પૌત્ર માંડલા દ્વારા 2011માં તેમના ત્રણ બાળકો- મૈકગાથો, થેમ્બેકાઇલ અને મકાજિવે (તે બાળકી જેનું નવ મહિના પહેલાં મોત નિપજ્યું હતું)ના અવશેષોને ક્યૂનૂથી માંડીને જઇને મવેજોમાં દફનાવી છે.

નેલ્સન મંડેલાના ત્રણ બાળકોના અવશેષ ક્યૂનૂથી લઇને જાકર મવેજોમાં દફનાવવા બાબતે કેટલાક પૂર્વજોએ અહીં સુધી કહ્યું હતું કે પૂર્વજોએ મંડેલા પરિવારને આ 'કુકૃત્ય' માટે 'શ્રાપ' આપ્યો છે અને તેથી તે લાંબા સમયથી બિમાર છે.

સાપ્તાહિક 'સંડે ટાઇમ્સ'માં આ મુદ્દે એક સમાચાર છપાયા હતા. સમાચારના હેડિંગમાં હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેલી વાતોનો હવાલો આપવામાં આવ્યો છે. અરજીમાં માંગણી કરવામાં આવી હતી કે નેલ્સન મંડેલાના ત્રણ બાળકોના અવશેષ મવેજોથી પરત ક્યૂનૂ લાવવાની પરવાનગી આપવામાં આવે. પૂર્વ રાષ્ટ્રપતિના પરિવારના 17 સભ્યોએ ત્રણ બાળકોના અવશેષ ફરીથી ક્યૂનૂમાં દફનાવવાની માંગણીને લઇને હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અવશેષ નેલ્સન મંડેલાએ પોતે માંડલા ક્યૂનૂથી મવેજો લઇને ગયા હતા. જો કે કોર્ટે અરજદારોના પક્ષમાં ચૂકાદો સંભળાવ્યો અને માંડલાએ ચૂકાદાનો સ્વિકાર કર્યો.

એક સ્થાનિક પ્રમુખના નામ લીધા વિના 'સંડે ટાઇમ્સે' તેમના હવાલેથી લખ્યું હતું કે નેલ્સન મંડેલાના મનને ત્યારે શાંતિ મળશે જ્યારે તેમના પરિવારના બાળકોના અવશેષ ક્યૂનમાં ફરી દફનાવવામાં આવે. પૂર્વજોને પણ આનાથી સંતુષ્ટિ મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે 94 વર્ષના નેલ્સન મંડેલા પ્રીટોરિયાની એક હોસ્પિટલમાં ગંભીર પરંતુ સ્થિર હાલતમાં છે. અહીં તેમની સારવાર ચાર અઠવાડિયાથી ચાલી રહી છે.

English summary
Ailing Nelson Mandela "cannot let go" his spirit because he is deeply troubled by the on-going feuding in the family, according to elders of the clan that the former South Africa president belongs to.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X