For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જૉનસન એન્ડ જૉનસન વેક્સીન પર રોક લગાવવાની ભલામણ, લોહી જામવાના રિપોર્ટ, 68 લાખ લોકોને અપાયો છે ડોઝ

સિંગલ ડોઝ વેક્સીન જૉનસન એન્ડ જૉનસન વિશે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ સિંગલ ડોઝ વેક્સીન જૉનસન એન્ડ જૉનસન વિશે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. જૉનસન એન્ડ જૉનસન વેક્સીન પર રોક લગાવવાની ભલામણ કરવામાં આવી છે. લોહી જામવાના રિપોર્ટ બાદ જૉનસન એન્ડ જૉનસનની રસી પર અસ્થાઈ રોક લગાવવાની ભલામણ કરવામાં આવી છે. અમેરિકાના રોગ નિયંત્રક અને રોકથામ કેન્દ્ર એટલે કે સીડીસી અને ખાદ્ય તેમજ ઔષધિ પ્રશાસન એટલે કે એફડીએએ એક સંયુક્ત નિવેદન જાહેર કર્યુ છે જેમાં જૉનસન એન્ડ જૉનસન વેક્સીન પર અસ્થાઈ રોક લગાવવાની ભલામણ કરવામાં આવી છે.

covid

લોહી જામવાના રિપોર્ટ

અમેરિકાની સીડીસી અને એફડીએએ સંયુક્ત નિવેદન જાહેર કરીને કહ્યુ છે કે રસીકરણના થોડા દિવસ બાદ 6 મહિલાઓનુ લોહી જામવા અને પ્લેટલેટની સંખ્યા ઘટવાના રિપોર્ટ આવ્યા છે જેની તપાસ કરવામાં આવી રહી છે. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે જૉનસન એન્ડ જૉનસન વેક્સીનો ડોઝ અમેરિકામાં લગભગ 68 લાખ લોકોને આપવામાં આવી ચૂક્યો છે અને તેની ટ્રાયલ ત્રણ મહાદ્વીપો પર કરવામાં આવી હતી. રિપોર્ટ મુજબ ટ્રાયલમાં જોવા મળ્યુ હતુ કે અમેરિકામાં કોરોના વાયરસથી ગંભીર રીતે પ્રભાવિત દર્દીઓ પર જૉનસન એન્ડ જૉનસન વેક્સીન લગભગ 85.9 ટકા, દક્ષિણ આફ્રિકામાં 81.9 ટકા અને બ્રાઝિલમાં 87.6 ટકા સુરક્ષિત અને પ્રભાવી છે. બ્રાઝિલના નવા કોરોના વાયરસ વેરિઅંટ સામે પણ આ વેક્સીન પ્રભાવી રહી હતી. રિપોર્ટ મુજબ ટ્રાયલમાં માત્ર 2.3 ટકા જ ગંભીર સાઈડ ઈફેક્ટ જોવા મળી હતી.

કોરોનાના નવા સ્ટ્રેન પર કારગર?

જૉનસન એન્ડ જૉનસન વેક્સીન વિશે મોટો સવાલ એ હતો કે શું આ વેક્સીન કોરોના વાયરસના અલગ અલગ સ્ટ્રેન સામે પણ પ્રભાવી છે. જેના પર કંપની તરફથી કહેવામાં આવ્યુ હતુ કે દક્ષિણ આફ્રિકી સ્ટ્રેન સામે જૉનસન એન્ડ જૉનસન વેક્સીન લગભગ 57 ટકાથી વધુ પ્રભાવી છે. જો કે આ આંકડો અમેરિકાની દ્રષ્ટિએ ઓછો હતો પરંતુ તેમછતાં FDA તરફથી એટલા માટે તેને મંજૂરી આપવામાં આવી હતી કારણેકે અમેરિકામાં 50 ટકાનો મિનિમમ પ્રભાવી આંકડો સરકાર તરફથી રાખવામાં આવ્યો છે. આ વેક્સીનની સૌથી ખાસ વાત એ છે કે જ્યાં ફાઈઝર અને મૉડર્ના વેક્સીનના બે ડોઝ આપવાની જરૂર હોય છે ત્યાં જૉનસન એન્ડ જૉનસન વેક્સીનનો માત્ર એક ડોઝ આપવાની જરૂર પડે છે. માટે જૉનસન એન્ડ જૉનસન વેક્સીનના પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન પર ઓછો ભાર આવે છે અને વેક્સીન લગાવનારને પણ ઓછુ હેરાન થવુ પડે છે. એવામાં જૉનસન એન્ડ જૉનસન વેક્સીન પર અસ્થાઈ રોક કોઈ ઝટકાથી કમ નથી.

બાબા સાહેબનો સંઘર્ષ દરેક પેઢી માટે એક ઉદાહરણ બની રહેશેઃ પીએમબાબા સાહેબનો સંઘર્ષ દરેક પેઢી માટે એક ઉદાહરણ બની રહેશેઃ પીએમ

English summary
FDA and CDC gov said that we are recommending a pause in the use of Johnson & Johnson vaccine out of an abundance of caution.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X