જાપાનની રાજધાનીમાં એરપોર્ટ પર બે વિમાન ટકરાતા લાગી ભીષણ આગ, 300 મુસાફરો હતા સવાર
Japan Airlines plane Crash in Tokyo Airport: જાપાનના એરપોર્ટ પર બે વિમાનો વચ્ચે જોરદાર ટક્કર થઈ છે, ત્યારબાદ એક ફ્લાઈટ આગની જ્વાળાઓમાં સળગી રહ્યુ છે.
જાપાનના રાષ્ટ્રીય પ્રસારણકર્તા NHKના જણાવ્યા અનુસાર મંગળવારે ટોક્યોના હનેદા એરપોર્ટ પર જાપાન એરલાઇન્સનું એક વિમાન આગની જ્વાળાઓમાં જોવા મળ્યું હતું.

ફૂટેજમાં પેસેન્જર જેટ હલતુ અને પછી આગના મોટા ગોળામાં તબદીલ થતુ જોઈ શકાય છે. આગ લાગ્યા બાદ પ્લેનને ઉભેલુ જોઈ શકાય છે, પ્લેનની ઈમરજન્સી સ્લાઈડ્સ ખુલ્લી છે, જેમાંથી લોકો બહાર ભાગતા જોવા મળે છે.
આ અથડામણ કેવી રીતે થઈ અને તે અથડામણમાં કેટલા લોકો ઘાયલ થયા તે હજુ સુધી જાણી શકાયું નથી.
Just IN:— A Japan Airlines plane with 367 people on board has collided with another plane at Tokyo Airport.
— South Asia Index (@SouthAsiaIndex) January 2, 2024
— In the video, plane can be seen on massive fire. Fate of 367 passengers onboard is yet unclear. pic.twitter.com/GNgx7y1aHr












Click it and Unblock the Notifications
