For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જર્મનીના મ્યૂનિચમાં શોપિંગ સેન્ટરમાં અંધાધૂંધ ફાયરિંગ, વધુ એક હુમલો

|
Google Oneindia Gujarati News

જર્મનીના મ્યૂનિચ શહેરના જાણીતા શોપિંગ સેન્ટરમાં કેટલાક હુમલાખોરોએ અચાનક ધૂસી જઇને અંધાધૂંધ ફાયરિંગ કરવાની શરૂ કરી છે. જેનાથી અત્યાર સુધીમાં 10 લોકોની મોતની ખબર છે. સુરક્ષા દળોએ મોલને ચારે બાજુથી ધેરી લીધો છે. અને મોલને ખાલી પણ કરવામાં આવ્યો છે.

germany
હાલ તેવા પણ સમાચારો આવી રહ્યા છે કે મોલ સિવાય ત્યાંના મેટ્રો સ્ટેશનમાં પણ હુમલો થયો છે. જો કે રાતના 11 વાગ્યા સુધીમાં મૃતકોની સંખ્યા અને હુમલા અંગે કોઇ સ્પષ્ટ જાણકારી નથી મળી શકી. પ્રાપ્ત જાણકારી મુજબ મોલમાં આવેલ ફાર્મસીની દુકાનથી ગોળીબારી શરૂ થઇ હતી.

નોંધનીય છે કે આ મોલ તે જગ્યા પર બનાવવામાં આવ્યો છે જ્યાં 1972માં ઓલંમ્પિક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ મોલ તેની ચારે બાજુએ આવેલી કાચની દિવાલો માટે જાણીતો છે.

English summary
Terrorists have entered in a shopping mall in Munich city of Germany and opened firing. Till now 15 has been killed. Casualties could be increase.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X